જોલી એલએલબીમાં ચાહકોને જોરદાર રીતે હસાવનાર અભિનેત્રી હુમા કુરેશી હાલમાં હોરર ફિલ્મમાં કામ કરીને ચાહકોને ભયભીત કરી રહી છે. ખુબસુરત હુમા કુરેશીએ કહ્યુ છે કે તે હિન્દી ફિલ્મોને ખુબ પસંદ કરે છે. પરંતુ જો હોલિવુડ ફિલ્મની ઓફર મળશે અને પટકથા સારી રહેશે તો તે ચોક્કસપણે હોલિવુડની ફિલ્મમા પણ કામ કરશે. તેનુ કહેવુ છે કે તે હિન્દી ફિલ્મોમાં કેરિયરને લઇને આશાવાદી છે. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા રજનિકાંત સાથે પોતાની નવી ફિલ્મ અંગે પુછવામાં આવતા હુમા કુરેશીએ કહ્યુ હતુ કે તે નવી ફિલ્મ અંગે વધારે વાત કરશે નહી. પરંતુ તે રજનિકાંત જેવા સ્ટાર સાથે કામ કરીને ખુબ ગર્વ અનુભવ કરી રહી છે. હુમા કુરેશી પોતે વાયસરાજ હાઉસમાં કામ કરી રહી છે. જે હોલિવુડ ફિલ્મ છે. હુમા કુરેશીએ માહિતી આપતા કહ્યુ છે કે ભારતમાં વર્લ્ડ કલાસ ફિલ્મ બનાવવા માટે હોલિવુડ ફિલ્મની રીમેક બનાવવામાં આવે છે. અમે ઓરિજનલ ફિલ્મ બનાવતા નથી. કોઇ કોરિયન અથવા તો ચાઇનીઝ ફિલ્મ નિહાળી લીધા બાદ તેના આઇડિયા લઇ લેવામાં આવે છે. બે ત્રણ ગીતો ઉમેરી દેવામાં આવે છે અને આઇટમ સોંગ ઉમેરી દેવામાં આવે છે.
ફિલ્મની પટકથા ખુબ મહત્વપૂર્ણ હોય છે. તેના કહેવા મુજબ તે દરેક બાબતને ધ્યાનમાં લઇને ફિલ્મમાં કામ કરે છે. હાલમાં તે પોતાના ભાઇ સાકીબ સાથે એક ફિલ્મમાં કામ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે સાકીબ નાનો હતો ત્યારે ખુબ હોરર ફિલ્મ નિહાળતો હતો. તે ખુબ ભયભીત પણ થઇ જતી હતી. ભાઇ સાથે ફિલ્મમાં કામ કરીને તે ખુબ ખુશ છે. સાકીબની પ્રશંસા કરતા તે કહે છે કે તે એક પ્રોફેશનલ સ્ટાર તરીકે છે.