Aapnu Gujarat
ગુજરાત

નર્મદા ડેમની ડાબા-જમણા કાંઠા તરફના ગામોમાં પીવાના પાણી માટે જૂથ પાણી પૂરવઠા યોજનાની શક્યતા તપાસવા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાનો આદેશ

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ તિલકવાડા તાલુકામાં જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પીવાનું પાણી મળતું ન હોય તેવા ગામોને હયાત ઘટકો સાથે બોર-મોટર વિના સંબંધિત ગામમાં ખુટતી પાઇપ લાઇનની કામગીરી હાથ ધરી તે દ્વારા પીવાના પાણીના કનેકશનની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, રાજપીપલા નગરપાલિકા પ્રમુખશ્રી અલ્કેશસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.આર. પટેલ, પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા, પાણી પુરવઠા બોર્ડના ઇજનેરશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લામાં આગામી સમયમાં પીવાના પાણીની સંભવિત મુશ્કેલીઓ નિવારવા યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, ગત સપ્તાહમાં તાતી જરૂરિયાત દ્વારા ૧૦૦ જેટલા હેન્ડ પંપની કામગીરી પૂર્ણ કરીને કાર્યરત કરાયા છે, ત્યારે આગામી એક સપ્તાહમાં જિલ્લા એકશન પ્લાન અંતર્ગત વધુ ૧૫૦ જેટલા હેન્ડપંપની કામગીરી પૂર્ણ કરવા અને હાલમાં કાર્યરત ૫ જેટલી ડ્રીલીંગ રીંગની કામગીરી સતત ચાલુ રાખવાની પણ તેમણે સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ નર્મદા ડેમની ડાબા કાંઠા તથા જમણા કાંઠા તરફના ગામોમાં પીવાના પાણી માટે જૂથ પાણી પુરવઠા યોજનાની શક્યતા તપાસવા માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવા પણ સંબધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. તેની સાથોસાથ જિલ્લામાં તળાવો ઉંડા ઉતારવાની થઇ રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચનાની પણ અપાઇ હતી.

Related posts

રખિયાલ વિસ્તારમાં બચતના પૈસા બેંકમાં ભરવા જતી વેળા નજર ચુકવી ચોરી

aapnugujarat

પરમીટ દારૂના ભાવ વધતા ગુજરાતમાં વેચાણને અસર

aapnugujarat

રાહુલ અમેઠી-રાયબરેલીના વિકાસ કામો બતાવે : જાવડેકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1