Aapnu Gujarat
રાષ્ટ્રીય

15 રાજ્યોના 81 કરોડ રાશનકાર્ડધારકોને ફાયદો

ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે NFSA લાભાર્થીઓને પૌષ્ટિક ચોખા મળી રહે તે માટે સરકારે 15 રાજ્યોના દરેક જિલ્લામાં ચોખાના વિતરણ માટે ની પાયલોટ યોજના શરૂ કરી દીધી છે. છે. આ અંતર્ગત મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પૌષ્ટિક ચોખાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.તમને જણાવી દઈએ કે NFSA હેઠળ દેશના લગભગ 81 કરોડ રેશનકાર્ડ ધારકોને સસ્તા ભાવે અનાજ આપવામાં આવે છે. ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ ખૂબ જ ટૂંક સમયમાં પૌષ્ટિક ચોખાના વિતરણની શરૂઆત કરવામાં આવશે. અન્ય રાજ્યોને પણ વહેલી તકે આ યોજના શરૂ કરવા જણાવ્યું છે. આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન બી 12 ધરાવતા આ પૌષ્ટીક ચોખા કુપોષણ અને લોહી ની ઉણપ ને દૂર કરી શકે છે.

પાસવાને ભારતીય ફૂડ કોર્પોરેશન (એફસીઆઈ) ને આદેશ આપ્યો છે કે સરકારની યોજનાઓ હેઠળ અનાજની જરૂરિયાતોને પહોંચી વળવા દેશના દરેક ખૂણામાં ચાર મહિના નું અનાજ પહોંચાડી દેવામાં આવે. કેન્દ્રીય મંત્રીએ વરસાદી માહોલ માં પરિવહનમાં સર્જાતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એફસીઆઈને આ આદેશ આપ્યો છે. પાસવાને એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે ચોમાસુ શરૂ થઈ રહ્યુ છે તેને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન વિભાગ અને એફસીઆઈએ આદેશ આપ્યો છે કે, આગામી ચાર મહિના માટે પૂરતા પ્રમાણમાં અનાજ વહેલી તકે મિશન મોડમાં દેશના દરેક ખૂણામાં પહોંચાડવામાં આવે, જેથી વરસાદની ઋતુમાં અનાજનો અભાવ ન રહે. રવિ સીઝન 2020-21ના લક્ષ્યાંક ને પહોંચી વળવા ખેડુતો પાસેથી ઘઉં અને ડાંગરની ખરીદી ચાલુ રાખે છે.
એફસીઆઈએ 13 જૂન સુધીમાં 378.40 એલએમટી ઘઉંની ખરીદી કરી છે. રવિ સીઝનમાં 116.24 એલએમટી ડાંગરની ખરીદી સાથે, વર્ષ 2019-20ની સીઝનમાં અત્યાર સુધીમાં કુલ 735.81 એલએમટી ડાંગરની ખરીદી કરવામાં આવી છે.

Related posts

૩ મહિના પછી નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રી ચૂંટાશે : પાસવાન

aapnugujarat

गन्ना किसानों के बहाने प्रियंका का बीजेपी पार्टी पर हमला

aapnugujarat

વડોદરામાં ૮ લાખના એમડી ડ્રગ્સ સાથે ૪ લોકો ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1