Aapnu Gujarat
Uncategorized

ભાવનગરના બોરડી ગામમાં ૧૫ વર્ષથી મહિલાઓનું રાજ

એક એવું ગામ કે જ્યાં મહિલા સશક્તિકારણને પ્રાધાન્ય અપાયું છે. આપણે વાત કરી એ છીએ એક આદર્શ ગામ બોરડી ગામની. આ ગામ ગુજરાતના તમામ ગામડાઓ માટે આગવું ઉદાહરણ બની ગયું છે. સિહોરથી ૧૨ કિલોમીટર દૂર આવેલ આ બોરડી ગામ સ્વચ્છ ગામ આદર્શ ગામ તો છે પરંતુ વધુ પ્રશંસાની વાત એ છે કે ઘણા સમયથી અહીં મહિલા સરપંચ છે અને જનરલ બોડીમાં પણ મહિલાઓ જ છે.ભાવનગરના બોરડી ગામમાં ૧૫ વર્ષથી મહિલાઓનું રાજ ચાલી રહ્યું છે. બોરડી ગ્રામ પંચાયત છેલ્લા ૧૫ વર્ષથી મહિલા સમરસ છે અને તેના સરપંચ લીલાબેન મોરી માત્ર ૭ ચોપડી ભણેલા હોવા છતાં ૩ ટર્મથી ગામને વિકાસની નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યાં છે.અને તેઓ સતત ત્રીજીવાર મહિલા સમરસ ગ્રામ પંચાયત બની છે.આ ગામમાં જાહેર સામૂહિક શૌચાલયો, ઘરેઘરે નળ કનેકશન, ચબૂતરો, કોમ્યુનિટી હોલથી માંડી હરિયાળા સ્મશાન સહિતની તમામ સુવિધાઓ લીલાબેન પ્રતાપભાઈ મોરીના નેતૃત્વમાં ગામને સાંપડી છે. હાલ તેમની સાથે મહિલા સભ્યોમાં હીરાબેન, રતનબેન, સવિતાબેન, ગીતાબેન, રામુબેન, ચંપાબેન, જશુબેન આ વર્ષની મહિલા બોડીમાં સમાવિષ્ટ છે. જેઓ છેલ્લા બે ટર્મની જેમ આગામી કામ પણ અગાઉની મહિલા બોડી જેમ જ કરવા માટે તત્પર છે.સરપંચ લીલાબહેને જણાવ્યું કે, અમારી બોડી હોવાના કારણે એક ફાયદો એ થાય છે કે ગામના તમામ લોકો અમારી આમન્યા જાળવે છે. સફાઈથી માંડી અસામાજિક પ્રવૃત્તિઓને ઘટાડવા અમે ગ્રામ પંચાયતમાં જે નિર્ણયો લીધાં છે તે તમામમાં ગ્રામજનોએ બહુ મોટો સહયોગ આપ્યો છે. સમરસ ગ્રામ પંચાયત ઉપરાંત જ્યોતિગ્રામ, ગોકુળ ગ્રામ, સુખીગ્રામ, નિર્મળ, વિમા એમ સરકારની દરેક યોજનાઓમાં બોરડી અગ્રેસર રહ્યું છે. ૨૦૦૭ની સાલમાં લીલાબેન મોરીના નેતૃત્વમાં મહિલા સભ્યોને આ ગામનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જેનો સંપૂર્ણ શ્રેય ગ્રામજનોના સહકારથી સરપંચને શિરે જાય છે. મહિલા સભ્યો પોતાના ગામને વધુ વિકસિત કરી શકે તેના માટે તેઓ સતત તત્પર રહે છે.સૌર ઊર્જાનું પણ ઉત્તમ ઉદાહારણ છે તો બીજી બાજુ રસ્તાઓ પણ સારા છે આ ગામમાં ગટરના પાણીનો નિકાલ કરવો તેમ જ મહિલા સ્નાનાગૃહ પણ છે. બેટી બચાવો બેટી પઢાવોના નારા સાથે આ ગામમાં શિક્ષણની પણ ઉતમ વ્યવસ્થા છે તેમ જ અહી મહિલાઓ હીરાના કારખાનામાં પણ કામ કરે છે.આ ગામને વધુ શ્રેષ્ઠ બનાવવા મધ્યપ્રદેશ, રાજસ્થાનના ગામડાંઓનો અભ્યાસ કરવા સ્ટડી ટૂર પણ કરાઇ છે. સરપંચ લીલાબેન મહિલા ઉત્કર્ષ સમિતિના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. હાલ ગામમાં ઘરે ઘરે શૌચાલય, પંચવટી, હરિયાળુ સ્મશાન, આરસીસીરોડ, સુવિધાસભર સ્નાનઘાટ સહિતની તમામ સગવડો મહિલા રાજમાં ઊભી કરાયેલી છે.

Related posts

કોડીનારમાં તસ્કરોનો તરખાટ : એક રાતમાં છ મકાનોનાં તોડ્યા તાળા

aapnugujarat

ડભોઇની પ્રમુખ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી

editor

ગીર-સોમનાથ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૭૩૭ કેસોનો નિકાલ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1