Aapnu Gujarat
Uncategorized

ડભોઇની પ્રમુખ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી

ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ડભોઇ નગરપાલીકા ફાયર ટિમ દ્વારા ફાયર સેફટીનું માર્ગદર્શન હોસ્પિટલના સ્ટાફ તેમજ તબીબોને આપવાના હેતુ સાથે મૉકડ્રિલ યોજવામાં આવી હતી.

આગ જેવી દુર્ગંટના ગમે ત્યારે આવી શકે છે ફાયર સેફટી ખૂબ આવશ્યક છે તેવામાં કોમન લોકો તેમજ હોસ્પિટલ, મોલ, મલ્ટીપ્લેક્સ જેવી જાહેર જગ્યાઓ ઉપર કામ કરતાં લોકો આગ ઉપર કાબૂ કઈ રીતે મેળવી શકે તેમજ ફાયર વિભાગ નો સંપર્ક કેવી રીતે કરે તે આંગે નું માર્ગદર્શન આપવા આજ રોજ ડભોઇ નગર પાલીકા ફાયર ટિમના દેવેન્દ્રભાઈ પરમાર, પિયુષભાઈ પાટણવાડીયા, કમલેશભાઈ ઠાકોર, નરેન્દ્રભાઈ મકતર સહિત ના ફાયર કર્મચારીઓ દ્વારા ડભોઇ ના શિનોર ચોકડી ખાતે આવેલ બી.એ.પી.એસ. પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજી હોસ્પિટલ સ્ટાફ, નર્સ, સિક્યુરિટી, તેમજ તબીબ સ્ટાફ ને ફાયર સેફટી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે શૈલેષભાઈ સુથાર તેમજ તેજશભાઈ પટેલ સહિત તબીબ અને નર્સિંગ સ્ટાફ એ ફાયર સેફટી અંગે માર્ગદર્શન લીધું હતું. સંકટ સમયે કેવી રીતે આગ પર કાબૂ મેળવી શકાય અને ફાયર ટિમનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગેનું માર્ગદર્શન આ મોકડ્રિલમાં આપવામાં આવ્યું હતું.

Related posts

વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિની બહેનો દ્વારા ગૌ માતા પૂજનનો કાર્યક્રમ

editor

સિંચાઈ માટે પાણીના ઉપયોગ ઉપર દ્વારકા-જુનાગઢમાં અંકુશ

aapnugujarat

कोरोना महामारी के साये में बीतेगा नया साल, 2022 में सामान्य होंगे हालात : बिल गेट्स

editor

Leave a Comment

UA-96247877-1