Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાં કોંગ્રેસના જીતના જશ્નમાં ટોળાએ ઘરમાં ઘૂસીને દલિતની કરી હત્યા

ભાવનગર જિલ્લાના સણોદર ગામમાં કોંગ્રેસના ઉમેદવારની જીતમાં સામેલ કેટલાક લોકો દ્વારા મંગળવારે દલિત વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓ માટે રવિવારે યોજાયેલી ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર કરાયા હતા. ભાવનગર એસસી/એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક દિનેશ કોડીયાટરે જણાવ્યું હતું કે મૃતકનું નામ અમરભાઇ બોરીચા (૫૦) છે અને તે ઘોઘા તાલુકાના સણોદરનો રહેવાસી હતો. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આપને જણાવીન દઈએ કે, કોંગ્રેસના જીતેલા ઉમેદવારના સરઘસ દરમિયાન સમગ્ર મામલો બિચક્યો હતો. જેમાં સરઘસ સાથે ચાલતા ડીજેની સીસ્ટમ મૃતકના ઘર પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન થયેલી બોલાચાલી બાદ અમરભાઈ બોરીચા પર હુમલો થયો હતો.
જેમાં ઘાયલ અમરભાઈ બોરીચાનું મોત નિપજ્યું છે. આ હુમલામાં ઘાયલ બોરીચાની પુત્રી નિર્મલાએ પત્રકારોને જણાવ્યું હતું કે, વિજયની ઉજવણીમાં આયોજીત શોભાયાત્રા વણરાજસિંહ ગોહિલની આગેવાની હેઠળ કરવામાં આવી હતી, જેની પત્ની મનિષા ઘોઘા તાલુકા પંચાયતમાં સણોદર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર વિજયી થયા હોવાનું સામે આવ્યું છે. નિર્મલાએ કહ્યું, “અમારું કુટુંબ ગામમાં એક માત્ર દલિત છે. સરઘસ જઇ રહ્યો હતો ત્યારે પથ્થર ફેંકવામાં આવ્યા અને ટોળાએ અમારા ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મારા પિતા અને પરિવારને માર માર્યો હતો. તે લોકોએ મારા પિતા પર તલવાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે તે મૃત્યુ પામ્યા હતા. મને પણ ઈજા થઈ.
નાયબ અધિક્ષકે જણાવ્યું હતું કે એફઆઈઆર નોંધવાની કાર્યવાહી ચાલુ છે. મૃતક અમરાભાઈના પુત્રી નિર્મળાએ ઘોઘા પોલીસના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પર ફરજમાં બેદરકારીનો ગંભીર આક્ષેપ કરી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ જ જવાબદારો સામે ફરિયાદ નોંધવા દલીલ કરી હતી. જોકે, બનાવની ગંભીરતાને લઇ એસ.ટી.એ.સી સેલના ડી.વાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતકના પરિજનોને સમજાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, મોડી સાંજ સુધી આ મામલે કોઈ નિર્ણય થયો નહોતો.

Related posts

सूरत दौरे पर पहुंचे केजरीवाल, शाम में करेंगे 7 किलोमीटर लंबा रोड शो

editor

હવે કોંગીમાં પણ વિપક્ષના નેતાના પદ માટે હુંસાતુંસી

aapnugujarat

હાથીજણ-વિવેકાનંદનગર કોઝ-વે વરસાદી પાણીમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1