Aapnu Gujarat
ગુજરાત

હાથીજણ-વિવેકાનંદનગર કોઝ-વે વરસાદી પાણીમાં

અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં આવેલા દોઢ લાખ કયુસેક પાણીને બેરેજના દરવાજા ખોલી આગળ તરફ મોકલવામાં આવતા ખારી નદીમાં પુર આવ્યા હતા આ કારણે હાથીજણ-વિવેકાનંદનગરનો કોઝ-વે ધોવાઈ જવા પામ્યો છે.આ સાથે જ રસ્તા ઉપર પાણી ફરી વળતા ૨૫,૦૦૦ની વસ્તીને માઠી અસર પહોંચવા પામી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી આવેલા દોઢ લાખ કયુસેક પાણીના પગલે અમદાવાદ શહેરમાં કોઈ માઠી અસર ન પહોંચે એ માટે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલી નાંખીને પાણી આગળ વહેવડાવામાં આવતા આ પાણી ખારી નદીમાં ભળ્યા હતા.જેને પગલે ખારી નદીમાં પુર આવતા હાથીજણ અને વિવેકાનંદનગરને જોડતો કોઝ-વે પાણીમાં ધોવાઈ જવા પામ્યો છે આ કારણોસર બાળોદરા અને આસપાસના વિસ્તારોમાં વસતા ૨૫,૦૦૦ લોકોને માઠી અસર પહોંચવા પામી છે.રામોલ-હાથીજણના કોર્પોરેટર અતુલ પટેલે એક વાતચીતમાં કહ્યુ કે,કોઝ-વે ધોવાતા વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.બળોદરા ગામ અને આસપાસમાં ૨૫,૦૦૦ લોકો વસે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે.આ વિસ્તારમાં પુલ બનાવવો જોઈએ જે તંત્ર દ્વારા બનાવવામાં આવતો નથી.અહીં રોડ પણ માત્ર ૧૮ મીટરનો જ છે.મ્યુનિ.તંત્રે તાકીદે આ વિસ્તારમાં પુલ બનાવી એએમટીએસની સુવિધા આપવી જોઈએ જેથી આ વિસ્તારમાં રહેતા અને નોકરી કે ધંધા માટે નિયમિત અપડાઉન કરતા લોકોને આવવા-જવામાં સરળતા રહે.

Related posts

હાર્દિકનું હળવું વલણ : કોંગીને ૬ઠ્ઠી સુધીનું આપેલું અલ્ટિમેટમ

aapnugujarat

ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટ સસ્પેન્ડ થયા : વિવાદ છેડાયો

aapnugujarat

ધોળકામાં ભવ્ય ડાયરાનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1