Aapnu Gujarat
ગુજરાત

60 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને કોરોના રસી આપવાનો થયો પ્રારંભ

પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,પંચમહાલ જીલ્લામાં આજે કોવિડ-૧૯ રસીકરણનો પ્રારંભ થયો હતો.


આરોગ્ય સેવાઓ, પોલિસ અને તંત્રના અન્ય ફ્રન્ટલાઈન વોરિયર્સને રસીકરણ બાદ રસીકરણના આગામી તબક્કાના ભાગરૂપે 60 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. શહેરા તાલુકામાં આવેલા બ્લોક હેલ્થ કચેરી ખાતે રસીકરણ કેન્દ્ર ઉભુ કરવામા આવ્યુ હતુ. જેમા ૬૦ થી વધુ ઉમરના વ્યક્તિઓને રસી મુકવામા આવી હતી. 45 વર્ષથી 59 વર્ષના ગંભીર બિમારીઓથી પીડાતા વ્યક્તિઓને પણ વિનામૂલ્યે રસી આપવામાં આવશે,આ રસી જિલ્લાની 11 સી.એચ.સી., 42 જેટલી પબ્લિક કોવિડ-19 વેક્સીનેશન સેન્ટર તેમજ ગોધરામાં પી.ટી. મીરાણી, શ્રી ઓર્થોપિડીક, સનરાઈઝ હોસ્પિટલ ખાનગી વેક્સિનેશન સેન્ટર ખાતે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી..

Related posts

પાદર તાલુકાના લતીપુર તળાવમાં યુવક ડૂબ્યો

aapnugujarat

અમદાવાદમાં ૨૩ દિનમાં ૧૭ ચેઇન સ્નેચિંગની ઘટના

aapnugujarat

राहुल ने किया जबर्दस्त जीत का दावा : मंदिर जाना गलत है

aapnugujarat

Leave a Comment

UA-96247877-1