Aapnu Gujarat
રાષ્ટ્રીય

PM મોદીએ એમ્સ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

(દેશમાં આજે કોરોના વેક્સિનેશન ૨.૦ની શરૂઆત થઈ ગઈ છે. આજથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો (ગંભીર બીમારી વાળા) લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન લગાવી છે. અને ત્યારપછી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, નવીન પટનાયક જેવા સીનિયર નેતાઓએ પણ વેક્સિન લગાવી છે.
રસી લીધા બાદ પીએમ મોદીએ કહ્યું, કોરોના વાયરસ વિરૂદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂતી આપવા માટે જે ઝડપથી આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે તે ઉલ્લેખનીય છે. જે લોકો રસી લેવા માટે યોગ્ય છે, હું એ બધાને રસી લેવાની અપીલ કરું છું. સાથે મળીને ભારતને કોરોના મુક્ત બનાવીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કોરોનાની પ્રથમ રસી લગાવી દીધી છે, તેમણે ભારત બાયોટેકની કોવેકિસનનો ડોઝ આપવામાં આવ્યો હતો. તે સોમવાર સવારે આસામનો ખેસ પહેરીને દિલ્હીની AIMSપહોચ્યા હતા. અહી પોડિચેરીની સિસ્ટર પી નિવેદાએ મોદીને રસી લગાવી હતી, આ દરમિયાન કેરળની એક સિસ્ટર પાસે ઉભી હતી. વેક્સિન લગાવવાના સમયે પીએમ મોદીએ નર્સને કહ્યું કે, નેતા મોટી ચામડીના હોય છે, મોટી સોય લગાવો. આ ત્રણેય રાજ્યમાં ૨૭ માર્ચથી ૬ એપ્રિલ સુધી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સિસ્ટર પી નિવેદાએ મીડિયાને જણાવ્યુ કે વડાપ્રધાન મોદીએ રસી લગાવ્યા બાદ કહ્યુ, ‘લગાવી પણ દીધી, ખબર જ ના પડી’.
વડાપ્રધાનને પોડિચેરીની નર્સ પી નિવેદાએ રસી લગાવી હતી, જે બીજી નર્સ હાજર હતી તે કેરળની છે. વેક્સીન લગાવતા સમયે PM મોદીએ આસામનો ખેસ ગળામાં પહેરેલો હતો. આ ત્યાની મહિલાઓના આશીર્વાદનો સિમ્બોલ છે. મોદી પહેલા પણ કેટલાક પ્રસંગે આવો ખેસ પહેરતા જોવા મળ્યા છે. આ પણ સંયોગ છે કે કેરળ, પોડિચેરી અને આસામમાં માર્ચ-એપ્રિલમાં ચૂંટણી યોજાવાની છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સીન લગાવતા સમયે હસતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેના દ્વારા તેમણે વેક્સીનને લઇને સામાન્ય લોકોના મનમાં શંકા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ વિપક્ષના તે નેતાઓને પણ મેસેજ આપ્યો, જેમણે વેક્સીનેશનની મંજૂરીની પ્રોસેસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ તરફથી કેટલીક વખત નિવેદન કરવામાં આવ્યુ કે દેશમાં વેક્સીન પ્રત્યે વિશ્વાસ બતાવવા માટે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સીન લેવી જોઇએ. કોંગ્રેસ નેતા અજીત શર્માએ વેક્સીનેશનની શરૂાતમાં જ નિવેદન આપ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના સીનિયર નેતાઓને સૌથી પહેલા વેક્સીન લગાવી જોઇએ.
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પણ પત્રકાર પરિષદમાં ઉલ્લેખ કર્યો હતો કે વિશ્વના કેટલાક દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ વેક્સીન લગાવી રહ્યા છે, શું ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વેક્સીનને લગાવશે.
આપને જણાવી દઇએ કે દેશના અંદાજે ૧૦ હજાર સરકારી સેન્ટર્સ પર મફતમાં વેક્સીન મળી રહી છે જ્યારે પ્રાઇવેટ સેન્ટર્સ પર આ વેક્સીન ૨૫૦ રૂપિયામાં પ્રતિ ડોઝના હિસાબથી અપાશે.

Related posts

પપ્પુ નહી ખુબ જ ભણેલા ગણેલા અને સમજદાર નેતા છે રાહુલ ગાંધીઃ પિત્રોડા

aapnugujarat

કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ તાજ મહેલના દિદાર કર્યા

aapnugujarat

મુંબઈ કોંગ્રેસમાં ભૂકંપઃ પ્રવીણ છેડા કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1