Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુંબઈ કોંગ્રેસમાં ભૂકંપઃ પ્રવીણ છેડા કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં જોડાયા

મુંબઈ મહાનગરપાલિકામાં કોંગ્રેસના ભૂતપૂર્વ વિપક્ષી નેતા રહી ચૂકેલા ઘાટકોપરનિવાસી ગુજરાતી નેતા પ્રવીણ વેલજી છેડા આજે અહીં ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. એમણે આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યો હતો.પ્રવીણ છેડાને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મળવાની ધારણા છે.દક્ષિણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ક્રિકેટ એસોસિએશન લોન ખાતે આયોજિત ખાસ સ્વાગત કાર્યક્રમમાં આજે પ્રવીણ છેડાની સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં મહિલા નેતા ડો. ભારતી પવાર પણ ભાજપમાં જોડાઈ ગયાં હતાં.ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાનાં ૧૮૪ ઉમેદવારોની પહેલી યાદી ગઈ કાલે જાહેર કરી હતી. એમાં ઈશાન મુંબઈ બેઠકના ઉમેદવારનું નામ નહોતું. આ બેઠક પર હાલ ભાજપના કિરીટ સોમૈયા સંસદસભ્ય છે, પણ એમને આ વખતે ટિકિટ ન આપવાની ભાગીદાર શિવસેના પાર્ટીએ શરત રાખી છે. તેથી ભાજપે હજી ઈશાન મુંબઈ બેઠક માટે પોતાના ઉમેદવારની ઘોષણા હજી કરી નથી. હવે સોમૈયાની જગ્યાએ છેડાને ઉમેદવાર બનાવવામાં આવશે એવી ચર્ચા છે.છેડા ભૂતકાળમાં ભાજપમાં જ હતા, પણ એમને પ્રકાશ મહેતા સાથે મતભેદો ઊભા થતાં એ કોંગ્રેસમાં જતા રહ્યા હતા. જોકે આજે છેડાની ઘરવાપસીના કાર્યક્રમમાં પ્રકાશ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે છેડાને અભિનંદન આપ્યા હતા.
પ્રવીણ છેડાને કોંગ્રેસે લોકસભા ચૂંટણીની ટિકિટની ઓફર કરી હતી. છેડાએ એ અહેવાલને સમર્થન પણ આપ્યું હતું, પણ એમણે કોઈ નિર્ણય લીધો નહોતો. એમને ભાજપમાં જતા રોકવા માટે કદાચ કોંગ્રેસે એમને ઓફર કરી હશે.પ્રવીણ છેડા ભૂતપૂર્વ નગરસેવક છે. એ મુંબઈ કોંગ્રેસમાં સચિવપદે હતા. પહેલા એ ભાજપમાં હતાં, પણ ૨૦૧૨માં એ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. બાદમાં, મુંબઈ મહાનગરપાલિકામાં વિપક્ષી નેતા બન્યા હતા.
ગુજરાતી સમાજના આક્રમક ચહેરા તરીકે તેમજ મહાપાલિકામાં અનેક કૌભાંડોનો પર્દાફાશ કરવા માટે છેડા જાણીતા છે. એ શિવસેના-ભાજપના આકરા ટીકાકાર છે.૨૦૧૭ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં છેડાનો ભાજપના પરાગ શાહ સામે પરાજય થયો હતો.છેડા અને ભારતી પવારે દેવેન્દ્ર ફડણવીસ, એમના સાથી પ્રધાનો – વિનોદ તાવડે, પ્રકાશ મહેતા, ગિરીશ મહાજન, સુભાષ દેશમુખ તથા મુંબઈ ભાજપપ્રમુખ આશિષ શેલાર તથા અન્ય નેતાઓની હાજરીમાં ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યો હતો. બંને નેતાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Related posts

પીએમ મોદીની મમતા બેનર્જીને બોલવા ન દીધા

editor

સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમમાં શરીર પર ઈજા, બે સામે ગુનો નોંધાયો

aapnugujarat

૨૯ વસ્તુઓ અને ૫૩ સર્વિસ પર જીએસટી રેટમાં ઘટાડો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1