Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત સ્વદેશી પેટ્રોલ બનાવશેઃ કેન્દ્રીય-પ્રધાન ચૌબેનો દાવો

ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને ગયા છે અને કેન્દ્ર સરકાર ભીંસમાં આવી ગઈ છે. પેટ્રોલની કિંમત દેશના ઈતિહાસમાં પહેલી જ વાર પ્રતિ લીટર ૧૦૦ રૂપિયાના આંકે પહોંચી છે. અમુક રાજ્યોમાં સ્થાનિક કરવેરાને કારણે પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લીટર ૧૦૦ રૂપિયાથી પણ વધારે કિંમતે વેચાય છે. આ સ્થિતિમાં, કેન્દ્રના સ્વાસ્થ્ય ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અશ્વિનીકુમાર ચૌબેએ એવો દાવો કર્યો છે કે દેશ ટૂંક સમયમાં પોતાનું સ્વદેશ પેટ્રોલ બનાવશે. પત્રકારોએ પેટ્રોલ-ડિઝલની વધી ગયેલી કિંમત વિશે પૂછતાં ચૌબેએ કહ્યું કે વિરોધપક્ષો બૂમાબૂમ કરે છે, પણ અમે સત્યનો અરીસો બતાવીએ છીએ. ૨૦૧૩માં જ્યારે ક્રૂડ તેલ પ્રતિ બેરલ ૯૩ ડોલર હતું ત્યારે આપણે ત્યાં પેટ્રોલ ૭૧ રૂપિયે પ્રતિ લીટર વેચાતું હતું. હવે જ્યારે ૩૦ ડોલર ઓછા થઈ ગયા છે તો આપણે ત્યારે પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર ઊંચે ગયું છે.
ચૌબે ત્યાં અટક્યા નહોતા અને વધુમાં કહ્યું કે દેશમાં જ પેટ્રોલ કેવી રીતે તૈયાર કરવું એની તૈયારીમાં અમે લાગ્યા છીએ. આવનારા અમુક વર્ષોમાં આપણું પોતાનું પેટ્રોલ હશે, સ્વદેશી પેટ્રોલ હશે.

Related posts

રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન

editor

સની દેઉલને આચારસંહિતા ભંગ બદલ નોટિસ અપાઈ

aapnugujarat

रन फोर युनिटी को हरी झंडी दिखाकर रवाना किया : मोदी ने सरदार वल्लभ भाई पटेल को दुरदर्शी नेता बताया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1