Aapnu Gujarat
ગુજરાત

માયા સાતમની કરાઈ ઉજવણી

પાટણથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે, હજારો વર્ષ પહેલાં સોલંકી કાળમાં  પાટણધરાની પાણી વિના ટળવળતી જનતા માટે અને સિદ્ધરાજ જયસિંહ સોલંકીને લાગેલા ” જસમા ઓડણ “ના શાપ ના નિવારણ માટે બત્રીશ લક્ષણા વણકર વીર મેઘમાયાદેવે ધોળકા તાલુકાના રનોડા ગામેથી પાટણ આવી પોતાની કંચનવરણી કાયાનું બહુજનહિતાથૅ બલિદાન આપ્યું હતું.

   વિ .સં ૧૧૯૪  મહાસુદ સાતમ ને શુક્રવારના દિવસે બત્રીસલક્ષણા વીર મેઘમાયાદેવનું બલિદાન લેવામાં આવ્યું હતું. આ દિવસને સમગ્ર ગુજરાતમાં અનુસુચિત જાતિના લોકો તેમાં ખાસ વણકર સમાજના લોકો વીરમેઘમાયાદેવના બલિદાન દિવસને ” માયાસાતમ ” તરીકે ઉજવે છે. આ બલિદાન થી અનુસુચિત જાતિના હજારો વર્ષોથી શોષિત, પીડિત સમાજને માનવ તરીકે જીવવાના હક્ક અને અધિકાર  મળ્યા હતા .પાટણ સ્થિત જે જગ્યાએ માયાદેવનું બલિદાન લેવામાં આવ્યું હતું તે જગ્યા ” માયા ટેકરી ” નામે ઓળખાય છે. આજ સ્થાનકે મોટા યાત્રાધામનું નિર્માણ  કાર્ય થઈ રહ્યું છે. અહીં માયા સાતમનો મેળો ભરાય છે .

   માયા સાતમના રોજ ગુજરાતમાં વસતા વણકર સમાજ તેમજ સમગ્ર અનુસૂચિત જાતિના લોકો દ્વારા ઠેર ઠેર વીર માયાદેવના બલિદાન દિને શ્રધ્ધાસુમન અપૅણ કયૉ હતાં.અમદાવાદ ખાતે જનતાનગર, અમઈવાડી,  વિરમાયા ઉદ્યાન ખાતે વીર માયાના બલિદાન દિવસ તરીકે માયા સાતમની શ્રદ્ધાભેર  ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાહિત્યકાર નરેશ કે. રાઠોડ ‘ધૂની’ પામોલવાળા દ્વારા લિખિત ‘માયા સાતમ આવી રે.’ શીર્ષકના સુંદર ગીતનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ ગીત કોકીલ કંઠી સંગીતા ઠાકોર અને પહાડી અવાજ વાળા વાલાજી ઠાકોર ના કંઠે ગવાયુ છે. ઈતિહાસકાર કુમાર પરમાર દ્વારા ર્નિદેશિત અને કમલેશ વૈદના સુંદર સંગીતથી મઢેલ આ ગીતને ઓગ્રેનાઈઝર રાકેશ પરમાર દ્વારા પ્રોડ્યુસ કરેલું જોવા મળ્યું હતું. આ ગીત તૈયાર કરવામાં સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદાસણવાળા, શ્રી પ્રવિણભાઈ સોલંકી- સામાજિક કાર્યકર, સુરેન્દ્રનગર અને ગોવિંદ ઠાકોર એ વિષેશ યોગદાન કરેલ જોવા મળ્યુ હતું. આજના ઘોંઘાટવાળા ગીતોની ભીડમાં સુગમ સ્ટાઈલનું આ ગીત દરેક દ્વારા વખાણવામાં આવ્યું હતું.

  આ કાર્યક્રમમાં શ્રી દિનેશભાઈ ચાવડા- પૂર્વ મંત્રી, વીર મેઘમાયા મેમોરીયલ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, પાટણ એ માયાદેવમાં ઈતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો.  તેમજ ડાયરેક્ટ કુમાર પરમારે ગીતની તૈયારી વિષે દરેકને જાગ્રત કર્યા હતા. છેલ્લે ગીતકાર નરેશ કે. રાઠોડ એ કાર્યક્રમ અને ગીત સાથે જોડાયેલ દરેકનો હદયસ્પર્શી આભાર વ્યક્ત કર્યોં હતો.

માયા સાતમ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ,લેખકો, સાહિત્યકારો, કવિઓ ઉપરાંત સમગ્ર સમાજના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વીર માયા દેવને ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.પાટણ ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરોમાં વીરમાયા જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.  ચાંદખેડામાં રહેતા વણકર સમાજ તેમજ અનુસૂચિત જાતિના સીનીયર સીટીઝન દ્વારા વીર માયાને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. મહેસાણા ખાતે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શ્રધ્ધાસુમન અપૅણ કરવામાં આવ્યા હતાં.વિસનગર ખાતે સામાજિક અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગણપતભાઇ પરમાર અને વણકર સેવા સમાજના આગેવાનો દ્વારા વીર માયા દેવને શ્રધ્ધાંજલિ રુપે સીવીલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.   

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધારવા કટિબદ્ધતા

aapnugujarat

રાહુલ પાંચમીથી ઝંઝાવતી પ્રચાર કરશે

aapnugujarat

ગાંધીનગરમાં વોકિંગ વેળા મહિલા તબીબ છેડતીનો શિકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1