Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં વોકિંગ વેળા મહિલા તબીબ છેડતીનો શિકાર

મહિલા સુરક્ષાની મસમોટી વાતો કરનાર ભાજપનું સરકારનું શાન્સન જયાંથી ચાલી રહ્યું છે તે ગુજરાત રાજયના પાટનગર એવા ગાંધીનગરમાં જ મહિલાની સરેઆમ છેડતીનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સેક્ટર-૭માં રહેતી અને ચિલોડામાં સીઆરપીએફની હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર પર ફરજ બજાવતી મહિલા ડોક્ટર ગઈકાલે તેના ઘરની નજીક ફૂટપાથ નાઈટ વોકિંગ કરી રહી હતી. ત્યારે સામેથી એક યુવક આવ્યો અને યુવતીના નિતંબ પર હાથ ફેરવી છેડતી કરવા લાગ્યો હતો. મહિલા ડોકટરે આ શું કરે છે કહેતા યુવક ભાગવા લાગ્યો હતો, પરંતુ મહિલા ડોકટર યુવતીએ હિંમતભેર તેને ઝડપી અને ઢસડીને રોડ પર લઈ આવી હતી. જોતજોતા રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ કરાતા સેક્ટર-૭ પોલીસ આવી પહોંચી હતી છેડતી કરનાર રોમિયોની ધરપકડ કરી હતી. આરોપી યુવક પહેલા નાઇટ વોકીંગમાં ચાલવા નીકળેલી મહિલા ડોકટરની બાજુમાંથી પસાર થયો અને પછી પરત આવી છેડતી કરી હતી. જો કે, તેને આ છેડતી ભારે પડી ગઇ હતી. મહિલા ડોકટર ગઈકાલે રાત્રે ૯.૧૫ની આસપાસ સેક્ટર-૭માં ઉર્વીબેન મહેતાના દવાખાના સામે નાઈટ વોકિંગ કરવા નીકળી હતી. પાછળથી એક શખ્સ ચાલતો-ચાલતો આવ્યો હતો જેથી મહિલા ડોકટર સાઇડમાં ખસી ગઈ હતી. થોડે આગળ ગયા બાદ તે પરત ફર્યો અને યુવતીના નિતંબના ભાગે હાથ ફેરી છેડતી કરવા લાગ્યો હતો. મહિલા ડોકટરે આ શુ કરે છે કહેતા યુવક હસવા લાગ્યો હતો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ડોકટર યુવતીએ હિંમત બતાવી તેના શર્ટનો કોલર પકડી લીધો હતો. યુવકે પોતાને છોડાવવાની કોશિશ કરતા યુવતી તેને ઢસડીને રોડ પર લઈ આવી હતી. રોડ પરથી પસાર થતા કેટલાક રાહદારીઓ પણ ભેગા થઈ ગયા હતા અને યુવકને ઝડપી લીધો હતો. બાદમાં પોલીસને જાણ કરાતા સેક્ટર-૭ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. છેડતી કરનાર યુવકનું નામ પુછતા ધર્મેશચંદ્ર કિશોરચંદ્ર મહેતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

ડીસા ખાતે લિંબચ યુવા સંગઠન દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું

aapnugujarat

भाजपा का नया सूत्र: पहले महिला को लातें मारो, फिर राखी बन्धवाइये…!

aapnugujarat

ડી.જી.વણઝારા અલગ પક્ષ બનાવી ચૂંટણી લડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1