Aapnu Gujarat
રાષ્ટ્રીય

આંત્રોલી જિ.પં.ના બીજેપી ઉમેદવાર રેખાબા ઝાલા પાસે બે ચૂંટણી કાર્ડ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ આંત્રોલી જિલ્લા પંચાયત સીટના ભાજપ ઉમેદવાર રેખાબા ઝાલા બબ્બે ચૂંટણી કાર્ડ ધરાવતા હોય વિવાદમાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર રેખાબા ઝાલા એ તલોદના આંત્રોલી જિલ્લા પંચાયત સીટ ભાજપમાં ઉમેદવારી નોંધાવી છે ત્યારે રેખાબા ઝાલા અમદાવાદ અને તલોદના આંત્રોલી એમ બંને જગ્યાએ ચૂંટણી કાર્ડ ધરાવે છે.
આ બાબતે તલોદ ચૂંટણી અધિકારી રાહુલ ચૌધરીને પૂછતા તેઓ પોતાની જવાબદારીમાંથી મુક્ત થયા હતા અને મિડિયાના કેમેરા સમક્ષ આવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. રેખાબા ઝાલા ભાજપના ઉમેદવાર હોવાને લઇ તંત્રે પણ આ બાબતે મૌન પાળ્યું હોય તેવું લાગી રહ્યું છે. આમ તો આવા કિસ્સામાં ચૂંટણી પંચના કાયદા મુજબ બે જગ્યાએ મતદાન યાદીમાં નામ રાખવું ગુન્હો બનતો હોય છે ત્યારે આ ઘટના સ્થાનિક તંત્ર જાણતો હોવા છતાં ભાજપના ઉમેદવારને લઈ અધિકારીઓનું ભેદી મૌન જોવા મળ્યું હતું. મતદાર યાદીમાં બે જગ્યાએ નામ રાખવું એટલે કાયદા મુજબ એક વર્ષની સાદી કેદ અથવા દંડની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રેખાબા ઝાલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે ખરો ? એ તો આવનારો સમય જ બતાવશે.
(તસવીર – અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

महाराष्ट्र के हथनूर बांध के ४१ दरवाजे खोलने पर गांवों को अलर्ट किया गया

aapnugujarat

२जी : फैसले पर वित्त मंत्री अरुण जेटली का पलटवार

aapnugujarat

क्या सरकार के गलत रवैये से देश को मिल पाएगी मुक्ति : मायावती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1