Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા જિલ્લા પંચાયતની ખેરવા સીટ પર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પગલે મહેસાણા જિલ્લામાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, ત્યારે દરેક ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે.મહેસાણા જિલ્લાની ૨૧-ખેરવા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રેખાબેન રાજેશકુમાર ચૌધરી તથા તાલુકા પંચાયતની ૧૭- ખેરવા સીટના ઉમેદવાર સતીષભાઈ પટેલ,૧૮- કુક્સ સીટના કિરણભાઈ ચૌધરી, ૧૯-લાખવડ સીટના દિલીપભાઈ તથા ૧૦- ગઢા સીટના મીનલબેન પ્રભાકરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું આજે લોકસભાના સાંસદ શ્રીમતિ શારદાબેન પટેલ તથા રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર ના હસ્તે કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા બીજેપી પ્રમુખ જશુભાઇ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, તથા કુક્સ, લાખવડ, ગઢા, ખેરવા ગામના સરપંચશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ શારદાબેન પટેલે ભાજપને વિજયી બનાવવા આવહાન કર્યું હતું અને દરેક કાર્યકરને કામે લાગી જવા જણાવ્યું હતુઆ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી એ પોતાના વક્તવ્યમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

   જ્યારે રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોરે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કાશ્મીર ની ૩૭૦ કલમ દૂર કરી તેનો ઉલ્લેખ કરી આપણને મહાન નેતાના રૂપમાં નરેન્દ્ર મોદી મળ્યા છે તો આપણે એમને મજબૂત બનાવવા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી.ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જશુભાઇ પટેલે પોતાના પ્રવચનમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઉપયોગી વિવિધ યોજનાઓનુ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું હતું ઉપરાંત મહિલા સશક્તિકરણ અને યુવા સ્વાવલંબન યોજના ઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

     21 ખેરવા જિલ્લા પંચાયત ના ઉમેદવાર રેખાબેન રાજેશકુમાર ચૌધરી એ પ્રદેશ ભાજપ નો પોતાની ઉમેદવાર તરીકે પસંદગી કરવા બદલ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે હું જીતીને લોકોના કામ કરીશ ભાજપ જે લોક હિત ના કામ કરી રહી છે તે કામ માં હું પણ મારો સહયોગ આપીશ. તેમને તથા તેમના સાથી તાલુકા સીટના ઉમેદવારો એ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે શિક્ષિત યુવાનો અને મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના યુવાનો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.‌.      

Related posts

બોગસ મતદાન : ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ કરાશે

aapnugujarat

રાજ્યમાં ઘાસચારાના ભાવમાં ભડકો બન્યો પશુપાલકોની ચિંતા

aapnugujarat

સુરતમાં ફેશન ડિઝાઇનર યુવતીએ પોલીસ મથકને બાનમાં લીધું, ટીંગાટોળી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1