Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલની પ્રાથમિક શાળાઓમાં 6 થી 8 વર્ગોના શિક્ષણકાર્યનો 11 માસ બાદ પ્રારંભ

પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,  કોરોના મહામારીના કારણે સામાન્ય જનજીવનની સાથે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અભ્યાસ પર પણ અસર જોવા મળી હતી.કોરોનાના વધતા જતા કેસોની સામે આખરે શાળાઓ બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો હતો. 11 માસ બાદ તબક્કાકાવાર શાળાઓનુ શિક્ષણકાર્ય કોરોના ગાઈડલાઈન અનુસાર શરૂ કરવામા આવ્યુ છે. પંચમહાલ જીલ્લામા આવેલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-6 થી 8ના વર્ગોમાં શૈક્ષણિક કાર્યનો 11 માસ બાદ પ્રારંભ થયો છે.જેમાં વિદ્યાર્થીઓની ગાઈડલાઈન મુજબ માસ્ક આપીને સેનેટાઈઝ કરીને પ્રવેશ આપવામા આવ્યો હતો.

    પંચમહાલ જીલ્લામા આવેલી પ્રાથમિક શાળોઆના શૈક્ષણિક સંકુલ કોરાના મહામારીબાદ અનલોકમાં આજે વિદ્યાર્થીઓની હાજરીથી ધમધમ્યા હતા.જીલ્લામા આવેલી પ્રાથમિક શાળાઓમા વર્ગ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવામા આવ્યો હતો.જેમા  કોવિડગાઈડ લાઈન મુજબ પ્રવેશ આપવામા આવ્યો હતો. શાળાના પ્રવેશદ્વાર પાસેથી વિદ્યાર્થીઓને લાઈનસર ઉભા રાખીને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીના સેનેટાઈઝરથી હાથ સાફ કરાવામા આવ્યા હતા.સાથે થર્મલગન થી ચકાસણી કરીને જ માસ્ક પહેરાવીને જ પ્રવેશ આપવામા આવ્યો હતો.લાભી પ્રાથમિકશાળાના ધોરણ-૬થી ૮ના બાળકોને પ્રવેશ આપવામા આવ્યો હતો

જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ.પટેલે  શહેરા તાલુકામા આવેલી બોરિયાવી,સાજીવાવ, નાંદરવા ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એસ પંચાલે , શહેરા શિક્ષણવિભાગના બીઆરસી કોર્ડિનેટર કલ્પેશભાઈ પરમાર સહીત શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. કોરોનાકાળ બાદ અગિયાર માસ બાદ શાળાઓ ખુલી છે. ત્યારે કોરોનાને લઈને વિદ્યાર્થીઓને સોશિયલ ડીસટન્સ રાખવુ તેમજ માસ્કનો ઉપયોગ સહીતની સુચનાઓ પણ આપવામા આવી હતી.

Related posts

આરએસએસ વિરમગામ જિલ્લાનું એકત્રીકરણ યોજાયું

aapnugujarat

બોરસદમાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો

aapnugujarat

મોદી સરકારે કહ્યું, રજિસ્ટ્રેશન જરૂરી નહીં : રૂપાણી સરકારે કહ્યું ફરજિયાત રહેશે

editor

Leave a Comment

UA-96247877-1