Aapnu Gujarat
ગુજરાત

મોદી સરકારે કહ્યું, રજિસ્ટ્રેશન જરૂરી નહીં : રૂપાણી સરકારે કહ્યું ફરજિયાત રહેશે

દેશભરમાં વેક્સિનની અછતથી લાઈનો લાગવાની સાથે લોકોને સ્લોટ મળી રહ્યાં નથી. તાઉ તે બાદ ગુજરાતમાં હવે વેક્સિનેશન ઝડપ પકડે તેવી સંભાવના વચ્ચે આજે લેવાયેલા ર્નિણયોએ ગુજરાતીઓને ભરાવી દીધા છે. મોદી સરકારે આદેશ કર્યો છે કે, ૧૮થી ૪૪ વર્ષના લોકોએ વેક્સિન માટે એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તેઓ સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરી વેક્સિન લઈ શકે છે, આ આદેશના ગણતરીના કલાકોમાં જ ગુજરાતમાં જયંતિ રવીએ કહ્યું છે કે ગુજરાતમાં રજિસ્ટ્રેશન વિના વેક્સિન નહીં મળે. ગુજરાતમાં વેક્સિનેશન માટે એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની પદ્ધતિ યથાવત છે.
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે
જ્યારે કેન્દ્ર સરકારે ૧૮થી ૪૪ વર્ષના લોકો માટે રજિસ્ટ્રેશન હટાવી દીધું છે. એટલે કે હવે આ એજ ગ્રુપના લોકોને સ્થળ પર જ વેક્સિન મળશે. આ ઉંમરના લોકો માટે હવે ઑનસાઇટ રજીસ્ટ્રેશન હશે.
એટલે કે આ ઉંમરના લોકો માટે ઑનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા તો રહેશે જ, હવે આ લોકો ઑફલાઇન પણ વેક્સિનેશન સેન્ટર પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ સુવિધા એટલા માટે પણ શરૂ કરવામાં આવી રહી છે જેનાથી રસીનો બગાડ અટકાવી શકાય. એટલે કે જાે ઑનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા એટલા લાભાર્થી નથી પહોંચી રહ્યા અને વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે, તો સેન્ટર પર પણ રજીસ્ટ્રેશન લોકોને વેક્સિન લગાવવામાં આવશે.
આ નવી વ્યવસ્થાનો ઉલ્લેખ કોવિન પ્લેટફોર્મ પર કરવામાં આવી રહ્યો છે. અત્યારે નવી સુવિધા સરકારી વેક્સિનેશન સેન્ટર્સ પર જ હશે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એક સત્તાવાર નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે રાજ્ય અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે ચર્ચા બાદ હવે આ ઉંમરના લોકો માટે સાઇટ રજીસ્ટ્રેશન સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. ઑનલાઇન બૂકિંગમાં દિવસના અંત સુધી કેટલાક ડોઝ બચી શકે છે, જેમકે કોઈ લાભાર્થી વેક્સિનેશનવાળા દિવસે ના આવ્યો. તો આવામાં ઑન સાઇટ રજીસ્ટ્રેશનની સુવિધા લઈ શકનારા લોકોને વેક્સિન લગાવી શકાશે. આનાથી વેક્સિનનો બગાડ નહીં થાય. બીજું કે કોવિન પર ભલે એક મોબાઇલ નંબર પર ૪ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું હોય અથવા પછી આરોગ્ય સેતુ અથવા ઉમંગ જેવી એપ પર રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે, પરંતુ ઘણા એવા લોકો છે જેમને ઑન સાઇટ રજિસ્ટ્રેશનની જરૂરીયાત છે અથવા તેમની પાસે ઇન્ટરનેટ અથવા સ્માર્ટફોનની પહોંચી નથી આવામાં તેમને વેક્સિનેશનમાં મુશ્કેલી પડે છે, જેને નિવારી શકાય.
આ સુવિધા હાલમાં ખાનગી કોવિડ રસીકરણ સેન્ટર માટે ઉપલબ્ધ નથી. ખાનગી સીવીસીએ પોતાના રસીકરણ કાર્યક્રમને ખાસ કરીને ઓનલાઈન અપોઈન્મેન્ટ માટે સ્લોટની સાથે જાહેર કરવાના રહેશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ૧૮થી ૪૪ વર્ષા લોકો માટે ઓન સાઈટ રજિસ્ટ્રેશન અને અપોઇન્ટમેન્ટ સુવિધાનો ઉપયોગ કરવાની મર્યાદા અને રીત સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સરકારના ર્નિણયનું કડકાઈથી પાલન કરવા માટે તમામ જિલ્લા રસીકરણ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવા કહ્યું છે.
લાભાર્થીઓને રસીકરણ સેવા આપવા માટે પૂરી રીતે ખાસ સેશનનું આયોજન પણ કરી શકાય છે. જ્યાં પણ આ પ્રકારના પુરી રીતે અનામત સેશન આયોજિ કરવામાં આવે છે, એવા લાભાર્થિઓને પુરતી સંખ્યામાં સાથે લાવવા માટે તમામ પ્રયત્ન કરવા જાેઈએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપી છે કે રસીકરણ કેન્દ્ર પર ભીડભાડથી બચવા માટે ૧૮-૪૪ વર્ષ માટે ઓન સાઈન રજિસ્ટ્રેશન અને અપોઈન્ટમેન્ટ શરૂ કરતા સમયે વધારે સાવધાની રાખવી જાેઈએ કારણ એવામાં ભીડ થવાની શક્યતા છે.
ડૉ. જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.
અત્રે નોંધનીય છે કે, કેન્દ્રએ આ સૂચના તમામ રાજ્યોને મોકલી છે અને તેમને સ્થળ પર નોંધણી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે. એ રાજ્યો પર આધાર રાખે છે કે તેઓ આ સુવિધા પોતાને ત્યાં શરૂ કરે છે કે નહીં.
૧૮થી ૪૪ વયનાને અઠવાડિયા સુધી રોજ રસીના ૧ લાખ ડોઝ અપાશે
ગુજરાતમાં કોરોનાના નવા કેસો ઝડપથી ઘટી રહ્યા છે યારે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય પાણીએ રાયમાં કોરોના રસીકરણ અંગે એક મહત્વપૂર્ણ ર્નિણય કયેર્ા છે. રાયમાં ૧૦ શહેરોમાં ચાલી રહેલી ૧૮થી ૪૪ વય જૂથના લોકોની રસીકરણની કામગીરીમાં દરરોજના ૩૦ હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આજથી એક અઠવાડિયા સુધી દરરોજના ૧ લાખ ડોઝ આપવાનો ર્નિણય કયેર્ા છે. રાયમાં ૧૮થી ૪૪ની વય જૂથના યુવાઓનું રસીકરણ ઝડપથી અને વ્યાપકપણે થાય તેમજ વધુને વધુ યુવાઓને સીકરણનો લાભ આપી કોરોનાથી સુરક્ષિત રાખવાના આરોગ્યરક્ષા ભાવ સાથે વિજય પાણીએ આરોગ્ય વિભાગને એક સાહ સુધી ૧ લાખ ડોઝનું રસીકરણ કરવા સૂચવ્યું છે. વિજય પાણીના યુવા આરોગ્ય હિતકારી ર્નિણયથી અગાઉ ૩૦ હજાર યુવાઓના રોજ થતા રસીકરણમાં હવે દરરોજના એક લાખ યુવાઓને આવરી લેવાશે.

Related posts

એસજી હાઈવે પર બનશે અમદાવાદનો સૌથી મોટો ફ્લાયઓવર

aapnugujarat

ભાજપ વિકાસ અને સ્થિરતાનું પ્રતિક : અરુણ જેટલી

aapnugujarat

રૂફટોપ સોલાર પેનલ લગાવી ગુજરાતીઓએ લાઈટબિલમાં કરોડો રૂપિયા બચાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1