Aapnu Gujarat
રાષ્ટ્રીય

પંજાબ નગર નિગમની ચૂંટણીમાં કોંગ્રેસનો જયજયકારઃ ભાજપના સૂપડા સાફ

   પંજાબ નગર નિગમની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસનો ડંકો વાગ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ અહીં બાટલા, બઠિંડા, મોગા, કપૂરથલા, પઠાણકોટ નગર નિગમમાં જીત મેળવી દીધી છે. નગર નિગમ સિવાય કોંગ્રેસને અત્યાર સુધી ૯૮ મ્યુનિસિપલ કાઉન્સિલમાં પણ જીત મળી છે. આ નગર નિગમ ચૂંટણીના પરિણામો એટલા માટે ખાસ માનવામાં આવે છે કારણકે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનની શરૂઆત પંજાબથી થઈ છે.અત્યાર સુધી આવેલા ચૂંટણી પરિણામોની વાત કરીએ તો કોંગ્રેસે ૨૦૦થી વધારે વોર્ડ સીટ પર જીત મેળવી લીધી છે અને ઘણી સીટ પરથી આગળ ચાલી રહી છે. જ્યારે સન્ની દેઓલના સંસદીય વિસ્તારમાં પણ ભાજપનો સફાયો થઈ ગયો છે. સન્ની દેઓલના સંસદીય વિસ્તાર ગુરુદાસપુરથી કોંગ્રેસે સ્ટ્રાઈક કરી દીધી છે. ગુરુદાસપુરની દરેક ૨૯ સીટ પર ભાજપના સુપડાં સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, અહીં ખેડૂત આંદોલન દરમિયાન સન્ની દેઓલનો પણ ખૂબ વિરોધ થયો હતો. જ્યારે ૨૬ જાન્યુઆરીએ હિંસાના મુખ્ય આરોપીમાંથી એક દિપ સિદ્ધુ સાથેની તેની તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીર વાયરલ થયા પછી સન્ની દેઓલે ખુલાસો કરવો પડ્યો હતો કે, દીપ સાથે તેના કોઈ પારિવારિક સંબંધો નથી.ભટીડામાં પણ કોંગ્રેસની જીત.

   કોંગ્રેસ નેતા મનપ્રીત સિંહ બાદલે પણ ટિ્‌વટ કરીને માહિતી આપી છે કે, બઠિંડામાં કોંગ્રેસ પાર્ટીની જીત થઈ છે. આવું અંદાજે ૫૩ વર્ષ પછી થયું છે કે જ્યારે બઠિંડામાં કોંગ્રેસ પાર્ટીનો મેયર બનશે. આ પહેલાં બઠિંડા નગર નિગમમાં શિરોમણી અકાળી દળનો કબજો હતો.

Related posts

लद्दाख में पीछे हटने को मजबूर हुआ चीन

editor

વૈેંક્યા નાયડુના પુસ્તક વિમોચન પ્રસંગે મોદીના પ્રહારો

aapnugujarat

બેંક કર્મીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળથી સેવા ઠપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1