Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટેલિકોમ સેક્ટરને બૂસ્ટર ડોઝ સ્કીમને મોદી કેબિનેટની મંજૂરી

મોદી સરકારે યોજાયેલ કેબિનેટ બેઠકમાં ટેલિકોમ સેક્ટરને રાહત આપી છે. સરકારે ગત વર્ષે જાહેર કરેલ પીએલઆઇ સ્કીમનો ફાયદો ટેલિકોમ સેક્ટરને આપવાની મંજૂરી આપી છે. કેબિનેટ બેઠકમાં ટેલિકોમ સેક્ટરને પ્રોડ્‌કશન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમનો ફાયદો આપવાની પરવાનગી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે ૧૧મી નવેમ્બરના રોજ યોજાયેલી બેઠકમાં ૧૦ સેક્ટરમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ગઈકાલની બેઠકમં ટેલિકોમ અને નેટવર્કિંગ ડિવાઈસ માટે પીએલઆઈ યોજનાને મંજૂરી આપી છે. ટેલિકોમ કંપનીઓ માટે સરકારે ૧૨,૦૦૦ કરોડની આ પ્રોડકશન લિંક્ડ સ્કીમ જાહેર કરી છે.
કેબિનેટ બેઠક અંગે જાણકારી આપતા ઈલેકટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ઘરેલું ઉત્પાદનક્ષમતા વધારવા, મેક ઈન્ડિયા અંતર્ગત રોજગાર સર્જન માટે આ સ્કીમનો ફાયદો ટેલિકોમ ડિપાર્ટમેન્ટને પણ આપવામાં આવશે. રૂ. ૧૨,૧૯૫ કરોડની આ સ્કીમનો લાભ કંપનીઓને આગામી ૫ વર્ષ સુધી મળશે. પ્રસાદે કહ્યું કે પીએલઆઈ સ્કીમ ૧લી એપ્રિલ, ૨૦૨૧થી લાગુ થશે.
વિગતવાર માહિતી આગામી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સરકાર હવે ઘરેલું લેવલે જ લેપટોપ, કોમ્પયુટર અને ટેબલેટ બનવામાં આ સ્કીમ થકી મદદ કરશે. આ સિવાય ૫જી બેઝ સ્ટેશન, એન્ટીના અને રાઉટર્સના ઘરેલું ઉત્પાદનમાં મદદ થશે.
સરકારની પાંચ વર્ષની આ ૧૨,૧૯૫ કરોડની પીએલઆઇ સ્કીમથી ટેલિકોમ સેક્ટરના પ્રોડ્‌કશનમાં ૨.૪ લાખ કરોડનો વધારો થવાની સંભાવના પ્રસાદે વ્યકત કરી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ને બેઝ વર્ષ તરીકે ગણવામાં આવશે.
જોકે મહત્વની વાત એ છે કે કોરોના મહામારી સમય દરમિયાન સરકારે આ જ પ્રકારની એક પીએલઆઈ સ્કીમ અમલમાં મુકી હતી,જેનો ઉદ્દેશ્ય મોબાઈલ અને અન્ય કોમ્પોનેન્ટના ઉત્પાદનને વેગ આપવાનો હતો.
આ સિવાય સરકારે ૧લી માર્ચ, ૨૦૨૧થી ૫જી સ્પેકટ્રમ માટે હરાજી શરૂ કરવાની તૈયારી આદરી છે. છઠ્ઠા તબક્કામાં ૩.૯૨ લાખ કરોડના સ્પેકટ્રમ માટે બોલી મંગાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષના લાંબાગાળા બાદ આ ઓક્શન થવા જઈ રહ્યું છે.

Related posts

ત્રિપુરામાં શાંતિપૂર્ણ રીતે ૭૪ ટકાથી પણ વધુ મતદાન થયું

aapnugujarat

ભારત રશિયા પાસેથી ન્યૂક્લિયર સબમરીન લીઝ પર લેશે

aapnugujarat

માઓવાદી લિંક પર ધરપકડ સંદર્ભે રાજકીય ઘમસાણ શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1