Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બેંક કર્મીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળથી સેવા ઠપ

બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે આજે પણ બેંકિંગ સેવા ઠપ રહી હતી. બે દિવસની હડતાળનો આજે છેલ્લો દિવસ હતો. યુનાઇટેડ ફોરમ ઓફ બેંકિંગ યુનિયનની અપીલ ઉપર ૧૦ લાખ બેંક કર્મચારીઓ ભારતીય બેંક સંઘના પગારમાં માત્ર બે ટકાના વધારાના લીધે પણ આ હડતાળ પાડવામાં આવી હતી. આવતીકાલે શુક્રવારથી બેંકિંગ સેવા સામાન્ય બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. હડતાળ સંપૂર્પપણે સફળ રહી હોવાનો દાવો યુનાઇટેડ ફોરમ ઓફ બેંકિંગ યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે. તેના કહેવા મુજબ બેંક હડતાળમાં તમામ શાખાઓના કર્મચારીઓ જોડાયા હતા. મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ, જયપુર, પટણા સહિત તમામ મોટા શહેરોમાં બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. દેશભરમાં જાહેર ક્ષેત્રની ૨૧ બેંકોની ૮૫૦૦૦ શાખા છે. બેંક હડતાળના કારણે લોકો આજે મુશ્કેલીમાં દેખાયા હતા. એટીએમ પણ હવે ખાલી થયા હતા. જો કે, આવતીકાલથી બેંક સેવા સામાન્ય બનશે. જો કે, હડતાળના કારણે પગાર વિલંબ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ આજે બીજા દિવસે પણ જારી રહી હતી. બે દિવસની હડતાળના કારણે ભારે નુકસાન થયુ છે. હવે બેંક શાખાઓમાંથી પગારના ઉપાડમાં તકલીફ પડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીઝ ચેમ્બર એસોચેમે કહ્યુ છે કે બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે ૨૦,૦૦૦ કરોડની લેવડદેવડ અટકી છે. હડતાળને ઉકેલવાના પ્રયાસો સફળ રહ્યા ન હતા જ્યારે પગારનો દિવસ બિલકુલ નજીક આવ્યો છે ત્યારે જ આ હડતાળ પડી છે.
બેંક અધિકારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર ઉતરી ગયા છે. જાહેર ક્ષેત્રની બેંકના ૧૦ લાખ લોકો હડતાળ ઉપર ઉતર્યા હતા. જો કે, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક જેવી ખાનગી બેંકોમાં ઓપરેશન સામાન્ય રહ્યું હતું. ૨૧ જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરી આજે ખોરવાઈ ગઈ હતી. દેશમાં કુલ બિઝનેસ પૈકી ૭૫ ટકા બિઝનેસ જાહેર ક્ષેત્રની બેંકો હેઠળ ચાલે છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા માત્ર બે ટકાના પગાર વધારા સામે આ હડતાળની હાકલ કરવામાં આવી હતી. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ૯ યુનિયનોની છત્ર સંસ્થા તરીકે છે. આજે હડતાળના કારણે મોટી સંખ્યામાં બેંકિંગ કામો અટવાઈ પડ્યા હતા. ૧૦ લાખથી વધારે બેંક કર્મચારીઓની હડતાળના કારણે બેંકિગ સેવા સંપૂર્ણપણે ખોરવાઇ ગઇ હતી. હડતાળના કારણે ખાતાધારકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હડતાળ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના બેનર હેઠળ પડી છે. હડતાળ સવારે છ વાગે શરૂ થઇ હતી. આ બેંકોમાં જે લોકોના ખાતા છે તે લોકોને જરૂરી સેવા લેવાની તક મળી ન હતી. નેટબેકિંગ, આરટીજીએસ, એનઈએફટી જેવી સેવાઓ ખોરવાઈ ગઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, અલ્હાબાદ બેંક, યુનિયન બેંક, યુકો બેંક સહિત જાહેર અને ખાનગી સેક્ટરની બેંકો પણ જોડાઈ હતી. એટીએમના સિક્યુરિટી ગાર્ડ પણ હડતાળ ઉપર ઉતર્યા હતા. ઇન્ડિયન બેંક એસોસિએશને પગાર વધારાની માંગને ફગાવી દીધી હતી. એડિશનલ લેબર કમીશનર રાજન વર્માએ બેક યુનિયન સાથે વાત કરી હતી. હડતાળ ન પડે તે માટે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જો કે યુનિયનોના પ્રતિનિધીઓ તૈયાર થયા ન હતા.

Related posts

સવર્ણોને ૧૫ ટકા અનામત આપવી જોઈએ : પાસવાન

aapnugujarat

રાષ્ટ્રપતિ ચૂંટણી : કેજરીવાલને સાથે રાખવા કોઇ ઇચ્છુક નથી

aapnugujarat

રાફેલ ડિલના સંબધમાં મોદી કોઇ વાત કરતા નથી : રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1