Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૪૧૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૪૧૬ પોઇન્ટ સુધરીને ૩૫૩૨૨ની ઉંચી સપાટી પર બંધ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૫૦૦૦ની સપાટી કુદાવી લીધી હતી. આવી જ રીતે નિફ્ટી ૧૨૧ પોઇન્ટ ઉછળીીને ૧૦૭૩૬ની સપાટી પર રહ્યો હતો. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતે સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકેની છાપ અને દરજ્જો જાળવી રાખવામાં સફળતા મેળવી છે. ચીનને પાછળ છોડી દેવામાં ભારત સફળ રહ્યુ છે.
રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરમાં આજે આશરે છ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એશિયન શેરબજારમાં બાઉન્સ બેકની સ્થિતી રહી હતી.
સેંસેક્સે આજે ૩૫ હજારની સપાટી હાંસલ કરી લેતા કારોબારી આશાવાદી દેખાયા હતા. ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે મૂડીરોકાણકારોની સાવચેતી વચ્ચે સેંસેક્સ ૪૩ પોઇન્ટ ઘટીને ૩૪૯૦૬ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૧૯ પોઇન્ટ ઘટીને ૧૦૬૧૪ની સપાટીએ પહોંચ્યો છે. હાલમાં તેલ કિંમતો દબાણ હેઠળ રહી છે. સાઉદી અને રશિયાએ સ્થિતિ હળવી કરવાના સંકેત આપ્યા છે. શેરબજારમાં નવા કારોબારી સેશનમાં આઠ પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. જે આઠ પરિબળોની અસર રહેનાર છે તેમાં વિદેશી પરિબળોનો પણ સમાવેશ થાય છે. જીડીપી ડેટા, કમાણીના આંકડા, એફએન્ડઓ પૂર્ણાહૂતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ઓટો શેરના આંકડા, માઇક્રો ડેટા જેવા પરિબળોની અસર બજાર ઉપર થનાર છે. આ ઉપરાંત અમેરિકી જોબ ડેટાના આંકડાની પણ અસર જોવા મળશે. આ વર્ષે ડોલર સામે રૂપિયા છ ટકા સુધી ઘટી ગયો છે. એફએન્ડઓ પૂર્ણાહૂતિને લઇને પણ કારોબારીઓ નજર રાખી રહ્યા છે. બીજી બાજુ ઓટો કંપનીઓના શેર તેજીમાં રહી શકે છે. કારણ કે, પહેલી જૂનથી મે મહિના માટેના વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે.
મારુતિ સુઝુકી, હુન્ડાઈ મોટર્સ, તાતા મોટર્સના વેચાણના આંકડા હાલમાં આશાસ્પદ રહી ચુક્યા છે. બજારમાં પ્રવાહી સ્થિતી છે. સેક્ટરની વાત કરવામાં આવે તો ફાયનાન્સિયલ કંપનીઓના શેરમાં તેજી રહી હતી. એચડીએફસીબેંકના શેરમાં આશરે પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. હાઉસિંગ ડેલપમેન્ટ ફાયનાન્સના શેરમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. ઇટાલીમાં રાજકીય કટોકટીની અસર હાલમાં બજારમાં જોવા મળી રહી છે. જાપાનની બહાર એશિયા પેસિફિક શેરના ઇન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ હાલમાં જ જાહેર કરવામાં આવ્યા બાદ ભારે ઉથલપાથલ જોવા મળી હતી.

Related posts

પીએનબી ફ્રોડ : મેહુલ ચોક્સીની ૧૨૧૭ કરોડની સંપત્તિ જપ્ત થઇ

aapnugujarat

અમિત શાહે ભાજપ કાર્યકરોને કહ્યું ‘ફેક મેસેજ પોસ્ટ ન કરો, ભાજપની વિશ્વસનીયતા ઘટશે’

aapnugujarat

રિલાયન્સ હોમ ફાયનાન્સના નફામાં ૯૭ ટકા સુધી વધારો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1