Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમિત શાહે ભાજપ કાર્યકરોને કહ્યું ‘ફેક મેસેજ પોસ્ટ ન કરો, ભાજપની વિશ્વસનીયતા ઘટશે’

સામાજિક તેમજ રાજકીય સંબંધોથી લઇ પ્રચાર-પ્રસાર માટે અસરકારક માધ્યમ બની ગયેલા સોશિયલ મીડિયામાં ફેક પોસ્ટ નહિ કરવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમના પક્ષના આઈટી સેલના કાર્યકર્તાઓને જણાવ્યું છે. તેમણે આવી પોસ્ટ કરવાના બદલે નરેન્દ્ર મોદી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓથી પ્રજાને માહિતગાર કરવા જણાવ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પક્ષના આઈટી સેલને કડક સુચના આપી છે. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને સોશિયલ નેટવર્ક ઉપર ફેક મેસેજ અથવા નકલી બાબતો પોસ્ટ નહીં કરવાની સલાહ આપી છે. ભાજપના અધ્યક્ષે પાર્ટીના દિલ્હી એકમના કાર્યકર્તાઓ અને સમર્થકોને સંબોધતા જણાવ્યું હતું કે, સામાન્ય જનતામાં તમારે તમારી વિશ્વસનીયતા બનાવી રાખવી હોય તો આવા ફેક મેસેજથી બચતા રહેજો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ સાઈટ ઉપર ફેક બાબતો મુકવાના બદલે મોદી સરકારના સમયગાળામાં મેળવેલી ચાર વર્ષની સિધ્ધિઓને મુકો. કેન્દ્ર સરકાર ધ્વારા પ્રજાના હિતમાં લેવામાં આવેલા પગલાની જાણકારી ફેલાવવા માટે તેમણે કાર્યકરોને સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફેક તસ્વીરો, માહિતી અને મેસેજ પોસ્ટ કરવાથી આમજનતા વચ્ચે પક્ષની વિશ્વસનીયતા જોખમમાં મુકાય છે.
અમિત શાહે એનડીએમસી કન્વેશન સેન્ટરમાં પક્ષના ૩૦૦ જેટલા કાર્યકરો અને સમર્થકોને સંબોધ્યા હતા તેમાં સોશિયલ મીડિયામાં ૧૦ હજારથી વધારે ફોલોઅર હોય તેવા કાર્યકરો હાજર હતા. આ વર્ષના અંત સુધીમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી હોવા સાથે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચુંટણીઓમાં પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયા એક મહત્વનું મુખ્ય માધ્યમ બની ગયું હોવાથી લગભગ તમામ પક્ષો સોશિયલ સાઈટ માટે પોતપોતાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે.
પોતાની વાત તેમજ સિધ્ધિઓ પહોચાડવા માટે સોશિયલ મીડિયા અસરકારક માધ્યમ હોવાના કારણે દરેક પક્ષોએ સોશિયલ મીડિયા સેલ અથવા આઈટી સેલની રચના કરેલી છે જેના કારણે આ વિભાગથી સોશિયલ મીડિયામાં પ્રચાર-પ્રસાર માટે વધારે ધ્યાન આપી શકાય.
અત્યારે ભાજપના આઈટી સેલને અન્ય તમામ રાજકીય પક્ષો કરતા વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં ભાજપના સોશિયલ મીડિયામાં વધતા પ્રભાવને જોઇને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ ધ્વારા પણ થોડા મહિનાઓ પહેલા સોશિયલ મીડિયા સેલની નવેસરથી રચના કરવામાં આવી છે.

Related posts

मोदी ने ट्‌वीट कर कहा, विकास की हुई भव्य जीत

aapnugujarat

જેટ એરવેઝ : નરેશ ગોયલે બોર્ડમાંથી રાજીનામું આપ્યું

aapnugujarat

અન્ય રમખાણોમાં સામેલ રાજકીય નેતાઓને પણ સજા થવી જોઈએ : કેજરીવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1