Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટાચૂંટણી : સમાજવાદી વિરાસતની જીત : અખિલેશ યાદવ

દેશભરની લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ સફળતા મળતા વિપક્ષમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ ઉપર આકરા પ્રહારોની શરૂઆત કરવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, એએપીના નેતા અરવિંદ કેજરીવાલ, આરજેડીના નેતા તેજસ્વી અને કોંગ્રેસના નેતાઓએ ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, લોકોમાં મોદી સરકારને લઇને નારાજગી પ્રવર્તી રહી છે. અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, સમાજવાદી વિરાસતની જીત થઇ છે. બીજી બાજુ આરએલડીના જયંત ચૌધરીએ કહ્યું હતું કે, ઝીણા પર ગન્નાની જીત થઇ છે. જ્યારે તેજસ્વીએ કહ્યું હતું કે, લાલૂવાદની જીત થઇ છે. અખિલેશે પેટાચૂંટણીમાં સંયુક્ત વિપક્ષને મળેલી જીતને સામાજિક ન્યાયની જીત તરીકે ગણવાતા કહ્યું હતું કે, દેશને વિભાજિત કરતી શક્તિઓથી સાવધાન રહેવાની જરૂર છે. અખિલેશે કહ્યું હતું કે, આ જીત સમાજવાદી વિરાસત તરીકે છે. ચૌધરી ચરણસિંહની વિરાસતની જીત થઇ છે. અખિલેશે કહ્યું હતું કે, વિરોધીઓ જે રમત અમારી સાથે રમતા હતા તે જ રમત અમે સીખી ગયા છીએ. જયંત ચૌધરીએ કહ્યું હતું કે, મતદારોનો તેઓ આભાર માને છે. કૈરાના પેટાચૂંટણીમાં શેરડીનો મુદ્દો જોરદારરીતે ચમક્યો હતો. બીજી બાજુ જોકીહાટ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીમાં આરજેડીના ઉમેદવારની જીત બાદ તેજસ્વી યાદવે પટણામાં પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા. તેજસ્વીએ મુખ્યમંત્રી નીતિશકુમારના રાજીનામાની માંગ કરી હતી.

Related posts

સંઘ દ્વારા રાહુલ સામે બદલક્ષીનો કેસ : રાહુલ ગાંધી ૧૨મી જુને મહારાષ્ટ્ર કોર્ટમાં હાજર થશે

aapnugujarat

ભારતની આક્રમકતા બાદ યુરોપિયન યુનિયનના ૭ દેશોએ કોવીશીલ્ડને માન્યતા આપી

editor

BJYM to send 1 lacs ‘Jai Shri Ram’ postcards to WB CM Mamata Banerjee

aapnugujarat

Leave a Comment

UA-96247877-1