Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટાચૂંટણી : ભાજપને મોટો ફટકો પડ્યો, પરિણામ લાલબત્તી સમાન

દેશભરની લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાટીને મોટી પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની પેટાચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોને હારનો સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીમાં જીતથી ઉત્સાહિત વિપક્ષે પ્રહારો કરવાની પણ શરૂઆત કરી દીધી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપને બેવડો ફટકો પડ્યો છે. એકબાજુ કૈરાના લોકસભા ચૂંટણીમાં તેની હાર થઇ છે જ્યારે બીજી બાજુ નુરપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ તેની હાર થઇ છે. નુરપુરમાં પાર્ટીને સમાજવાદી પાર્ટીએ અને કૈરાનામાં રાષ્ટ્રીય લોકદળે હાર આપી છે. ગોરખપુર-ફુલપુર બાદ આ બંને સીટ ઉપર ભાજપની હાર થયા બાદ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમી વધી ગઇ છે. અત્રે નોંધનીય છે કે, કૈરાનામાંથી ભાજપે પૂર્વ સાંસદ હુકમસિંહની પુત્રી મૃગાંકાને મેદાનમાં ઉતારી હતી. બીજી બાજુ સંયુક્ત વિપક્ષ તરફથી રાષ્ટ્રીય લોકદળ આરએલડીની તબસ્સુમ હસનને મેદાનમાં ઉતારવામાં આવી હતી. કૈરાના અને નુરપુરમાં ભાજપની કારમી હાર થઇ છે. બીજી બાજુ અન્ય જગ્યાઓની વાત કરવામાં આવે તો બિહારની જોકીહાટ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં આરજેડીના ઉમેદવાર શાહનવાઝે જેડીયુના ઉમેદવારને ૪૧૨૨૪ મતે હાર આપી છે. તેજસ્વીએ કહ્યું છે કે, તકવાદીઓ ઉપર લાલૂવાદની આ જીત થઇ છે. તેજસ્વીએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. પંજાબની શાહપુર વિધાનસભા સીટ અકાળી દળ પાસેથી કોંગ્રેસ પાર્ટીએ આંચકી લીધી છે. બીજી બાજુ શિવસેના પાલઘર લોકસભા પેટાચૂંટણીમાં ભાજપના હાથે હારી ગઈ છે પરંતુ ભાજપ પર શિવસેનાએ આકરા પ્રહારો કર્યા છે. ભાજપની પાલઘરમાં જીત થઇ છે જ્યારે અન્ય ગોંડિયા સીટ ઉપર એનસીપીની જીત થઇ છે. નાગાલેન્ડ લોકસભા પેટાચૂંટણીમાં પીડીએના ઉમેદવારે જીત મેળવી લીધી છે. ઝારખંડમાં બંને સીટો ઉપર જેએમએમના ઉમેદવારોએ સપાટો બોલાવ્યો છે. સિલ્લી સીટ પર જેએમએમના ઉમેદવાર સીમા મહોતોનો જીત થઇ છે જ્યારે ગોમિયા વિધાનસભા સીટ પર જેએમએમના ઉમેદવાર બબીતાદેવીની જીત થઇ છે. બિહારમાં જેડીયુની હાર થઇ છે. આવી જ રીતે કેરળમાં ચેન્નુર વિધાનસભાની પેટાચૂંટણીમાં સીપીએમના ઉમેદવારે જીત મેળવી લીધી છે. મેઘાલયમાં અમ્પાતી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મુકુલ સંગ્માની પુત્રી મિયાની શિરાએ જીત મેળવી છે. પશ્ચિમ બંગાળમાં મહેશતાલા વિધાનસભા સીટ પરથી તૃણમુલના દુલાલ દાસે જીત મેળવી લીધી છે. તેમના પત્નિ અને ધારાસભ્ય કસ્તુરીદાસના અવસાના પરિણામ સ્વરુપે આ સીટ પર પેટાચૂંટણી થઇ છે. ભાજપે આ સીટ પર સીબીઆઈના પૂર્વ અધિકારી સુજીત ઘોષને મેદાનમાં ઉતાર્યા હતા. પલુસકાડેગાંવ વિધાનસભા સીટ પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની જીત થઇ છે. અહીં પતંગરાવ કદમના અવસાનના કારણે આ સીટ ખાલી થઇ છે. જો કે, ઉત્તરાખંડમાં ભાજપે પોતાની સીટ બચાવી લીધી છે. થરાલી વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવારે જીત મેળવી છે. ભાજપના ધારાસભ્ય મગનલાલ શાહના અવસાનના કારણે આ સીટ ખાલી થઇ હતી. ભાજપે આ સીટ પરથી મુન્નીદેવીને મેદાનમાં ઉતારી હતી.આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસને કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં તેમના હરીફ ભાજપના મૃગાંકાસિંહને ૫૫૦૦૦ મતે હાર આપી હતી.

Related posts

કારનું ટાયર ફાટવું એક્ટ ઓફ ગોડ નથી : BOMBAY HIGH COURT

aapnugujarat

अपनी जमीन की हिफाजत के लिए भारत से जंग भी मंजूर : चीन

aapnugujarat

नौशेरा सेक्टर में पाक ने किया सीज फायर उल्ल्घन, एक जवान शहीद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1