Aapnu Gujarat
બિઝનેસ

રિલાયન્સ હોમ ફાયનાન્સના નફામાં ૯૭ ટકા સુધી વધારો થયો

રિલાયન્સ હોમ ફાયનાન્સએ વર્ષના અંતે તેના નફામાં ૯૭ ટકા સુધીનો વધારો નોંધાવ્યો છે. કરવેરા પહેલાનો નફો(પીબીટી) રૂ.૧૩૮ કરોડથી રૂ,૨૭૨ કરોડ નોંધાવ્યો છે. કંપનીએ તેની મજબૂત ત્રિમાસિક વૃધ્ધિ ચાલુ રાખી છે. ૪થા ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો રૂ.૯૦ કરોડનો નફો જે નાણાંકીય વર્ષ ૨૦૧૭ના ૪થા કવાર્ટરમાં જે રૂ.૪૧ કરોડ હતો તેના કરતાં બમણાંથી વધુનો નોંધાવ્યો છે એમ રિલાયન્સ હોમ ફાયનાન્સના ઇડી અને સીઇઓ રવિન્દ્ર સુધાકલકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ કંપની માટે ખૂબ જ સરસ રહ્યું. ઉદ્યોગોની સરખામણીએ ઝડપી ગતિએ વૃધ્ધિ થવાનું કારણ સ્વચાલિત ગ્રાહકો અને પરવડે તેવા હાઉસીંગ પર ભાર મૂકવામાં આવે છે, જે બંનેમાં ખૂબ ઉંચી વૃધ્ધિની ક્ષમતા ધરાવે છે. રિલાયન્સ હોમ ફાયનાન્સના ઇડી અને સીઇઓ રવિન્દ્ર સુધાકલકરે ઉમેર્યું હતું કે, કંપનીના નાણાંકીય વર્ષ ૨૦૧૮ના પરિણામો ચોલા રિપોર્ટમાં કરેલા અનુમાનોને અનુરૂપ છે. આરએચએફએલએ અસ્કયામતો હેઠળ મેનેજમેન્ટ(એયુએમ)માં ૪૭ ટકાની નોંધપાત્ર વૃધ્ધિ દર્શાવી હતી. જે તા.૩૧ માર્ચ,૨૦૧૮ના રોજ પૂરા થતાં વર્ષ માટે કુલ રૂ.૧૬,૩૭૯ હતી. કંપની દ્વારા વિતરણમાં પણ ૧૯ ટકાનો વધારો નોંધાયો છે. કુલ આવકમાં પણ રૂ.૪૬ ટકા વધારો નોંધાયો છે અને રૂ.૬૭૧ કરોડ થઇ છે. આરએચએફએલએ તેની લોન પ્રોસેસીંગમાં વિવિધ એરેનાઝ ડિજિટલાઇઝ કર્યા છે. સોર્સીંગથી સંગ્રહોના લીધે ખર્ચ ઘટાડવામાં મદદ મળી છે. તો ઓછી આવક ધરાવતા જૂથોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેની ઓછી કિંમતે શાકા નેટવર્કનો વિસ્તરણ કરાઇ રહ્યું છે. કંપનીનું નેટવર્ક નાણાંકીય વર્ષ ૨૦૧૮માં ૫૪ શહેરોમાં વિસ્તર્યું, જેમાં ૪૫ હજારથી વધુ કલાયન્ટ એકાઉન્ટસ સાથે ૧૨૫ સ્થળોનો સમાવેશ થાય છે.

Related posts

સતત ત્રીજા વર્ષે જેફ બેજોસ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા : ફોર્બ્સ

editor

हाईकोर्ट का आदेश, 67 मरीजों को 2 हफ्ते में 25-25 लाख रुपए दे जॉनसन एंड जॉनसन

aapnugujarat

૨૦૨૯ સુધી ભારતનું ૫ ટ્રિલિયન ડૉલરનું સ્વપ્ન પૂરું નહીં થાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1