Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ ડિલના સંબધમાં મોદી કોઇ વાત કરતા નથી : રાહુલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા અને રાજ્યસભામાં ભાષણ પર કોંગ્રેસે વળતા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યુ હતુ કે તેઓએ વડાપ્રધાનને ત્રણ પ્રશ્ન કર્યા હતા પરંતુ એક કલાકથી વધુ સમય સુધી ચાલેલા તેમના ભાષણમાં તેમના પ્રશ્ના જવાબ મળ્યા નથી. તેમણે કહ્યુ હતુ કે રાફેલ ડીલ કોંભાડ સંબંધમાં મોદીએ જવાબ આપ્યા નથી. જેથી કઇ ગેરરિતી દેખાય છે. મોદીએ આજે પણ ભાષણમાં રોજગારી અને દેશની સામે રહેલી સમસ્યા અંગે જવાબ આપ્યા નથી. રાહુલે કહ્યુ હતુ કે મોદીનુ ભાષણ કોંગ્રેસ ઉપર જ હોય છે. ખેડૂતોના ભવિષ્ય અને યુવાનોના રોજગાર અંગે વાત કરતા નથી તે પહેલા રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અસલ અંદાજમાં દેખાયા હતા. વર્ષ ૨૦૧૪માં જે રીતે ચૂંટણી પ્રચારમાં આક્રમક નિવેદન કર્યા હતા તેવી જ રીતે આજે નિવેદન કરીને કોંગ્રેસ પાર્ટીની તમામ પોલ ખોલી હતી. મોદીએ કોંગ્રેસને એક એક આક્ષેપોના જવાબ આપીને કહ્યું હતું કે, અમે મેન ચેન્જર નહીં એમ ચેન્જર છે. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના મેન ચેન્જર અને જુના ભારતને આપી દો તેવા તમામ આક્ષેપોનો મોદીએ જવાબો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને જો ન્યુ ઇન્ડિયા જોઇતુ નથી તો તેને ઇમરજન્સી અને કૌભાંડવાળુ ભારત જોઇએ છે. મોદીના આધાર પરક્રેડિટ લેવાના આરોપ પર કોંગ્રેસને જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે, આધાર અટલ બિહારી વાજપેયીનું વિઝન હતું. રાજ્યસભામાં ગુલામ નબી આઝાદને જવાબ આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, આઝાદ કહી રહ્યા છે કે તેમને ન્યુ ઇન્ડિયા જોઇતું નથી જુનુ ભારત જોઇએ છીએ. અમને ગાંધીવાળુ ભારત જોઇએ છીએ. મોદીએ કહ્યું હતું કે, તેમને પણ ગાંધીવાળુ ભારત જોઇએ છીએ. રાહુલે મોદીના લોકસભા અને રાજ્યસભામાં સંબોધનને લઇને પ્રહારો કરી ફરી રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Related posts

ત્રાસવાદીઓ માટે શ્રીનગર સેન્ટ્રલ જેલ સ્વર્ગસમાન

aapnugujarat

રાજસ્થાન ભાજપમાં ઘમાસાણ

editor

એશિયાનો આર્થિક વિકાસ ૦.૯ ટકા સુધી ઘટી શકે : આઇએમએફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1