Aapnu Gujarat
રાષ્ટ્રીય

ત્રાસવાદીઓ માટે શ્રીનગર સેન્ટ્રલ જેલ સ્વર્ગસમાન

શ્રીનગર સેન્ટ્રલ જેલમાં બંધ રહેલા લશ્કરે તોયબાના ખતરનાક ત્રાસવાદ૬ નવીદ જટને જે રીતે ત્રાસવાદઓએ હોસ્પિટલ પર હુમલો કરીને છોડાવી લેવામાં સફળતા મેળવી તેને લઇને જેલની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. એવી ચોંકાવનારી માહિતી સપાટી પર આવી છે કે જેલના સ્ટાફની મિમીભગતના કારણે જ નવીદ ફરાર થવામાં સફળ રહ્યો છે. ત્રાસવાદીઓ માટે શ્રીનગર સેન્ટ્રલ જેલ હવે સ્વર્ગસમાન છે. ત્રાસવાદીઓ માટે જેલમાં તમામ સુવિધા રહેલી હોવાની વિગત મળી રહી છે. એમ માનવામાં આવે છે કે, જેલમાં કેદીઓ માટે ઇન્ટરનેટ ડેટાપેકવાળા સ્માર્ટ ફોનથી લઇને કાશ્મીરી વાજવાન મીટની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેલમાં અહીં નિયમો હાસ્યાસ્પદ તરીકે દેખાય છે. જેલના મોટા અધિકારીઓ પણ નિયમોનો ખુલ્લો ભંગ કરી રહ્યા છે. માનવ અધિકાર કાર્યકર વાન્ચુની હત્યામાં દોષિત કાસિમ શ્રીનગર સેન્ટ્રલ જેલમાં છે. જેલમાં હોવા છતાં તેના તરફથી કાશ્મીરી મિડિયા માટે પ્રેસનોટ જારી કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં અન્ય એક મોટો આતંકવાદી પણ છે જેને મળવા માટે લોકો આવે છે. તેને ધાર્મિક ગુરુ તરીકે ગણવામાં આવે છે. તેને મળીને જુદા જુદા ધાર્મિક દસ્તાવેજો પણ લેવામાં આવે છે. અહીં સજા મેળવી રહેલા આતંકવાદીઓ મોબાઇલ ફોન મારફતે બીજી જેલોમાં રહેલા ત્રાસવાદીઓ સાથે ખુલ્લીરીતે વાત કરે છે. કાશ્મીર અને પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી સંગઠનોના સંપર્કમાં પણ રહે છે. ૨૦૧૦માં કાશ્મીરમાં થયેલી હિંસાનું કાવતરું સેન્ટ્રલ જેલમાં જ ઘડી કઢાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પાટનગર શ્રીનગરના શ્રીમહારાજા હરિસિંહ હોસ્પિટલની અંદર લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કરીને એક પાકિસ્તાની ત્રાસવાદી અબુ હંજૂલા ઉર્ફે નાવિદ જટને છોડાવી લેવામાં સફળતા મેળવી હતી. આના કારણે ભારતીય સુરક્ષા તંત્રની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. લશ્કરના પાકિસ્તાની ત્રાસવાદી નાવિદ જટને વર્ષ ૨૦૧૪માં દક્ષિણ કાશ્મીરના પુલગામમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તે ત્રાસવાદી શ્રીનગર સેન્ટ્રલ જેલમાં હતો. પોલીસ કર્મી પાકિસ્તાની ત્રાસવાદી નાવિદને તપાસ માટે હોસ્પિટલ લઇને આવ્યા હતા. તેજ ગાળા દરમિયાન તોઇબાના આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો.
હોસ્પિટલમાં ત્રાસવાદી હુમલા દરમિયાન હુમલાખોરોની સાથે બચી ગયેલો ત્રાસવાદી નાવિદ ફરાર થવામાં સફળ રહ્યો હતો. હુમલા દરમિયાન હોસ્પિટલની બહાર ભારે અંધાધૂંધી જોવા મળી હતી. કાકાસરાય વિસ્તારમાં હોસ્પિટલની બહાર જટ ઉર્ફે અબુ હંજલાને લઇ જતી પોલીસ ટુકડી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સરહદ પર પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કૃત્ય કરીને ભીષણ ગોળીબાર કરવામા ંઆવ્યા બાદ હવે સરહદ પર વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. પાકિસ્તાની ત્રાસવાદીઓ હુમલો કરીને નવીદને છોડાવી ગયા બાદ જેલના અધિકારીઓ અને સંબંધિતો પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Related posts

भारत ने किया पृथ्वी-टू मिसाइल परीक्षण

aapnugujarat

પાકિસ્તાનમાં જેટલા આતંકવાદી નથી, એટલા દેશમાં ગદ્દારો છેઃ તરૂણ સાગર

aapnugujarat

ભારતના ૧૦ કરોડ લોકોને મળે છે ઝેરી પાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1