Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં જેટલા આતંકવાદી નથી, એટલા દેશમાં ગદ્દારો છેઃ તરૂણ સાગર

કડવા વચન માટે જાણીતા જૈન મુનિ તરૂણ સાગરજીએ પીપરાલી સ્થિત વૈદિક આશ્રમમાં પત્રકારો સાથે વાતચીતમાં દરમિયાન જણાવ્યું કે પાકિસ્તાનમાં જેટલા આતંકવાદી નથી તેના કરતા વધારે ભારતમાં ગદ્દાર છે. જૈન મુનિ અનુસાર દેશમાં રહીને પણ લોકો દેશ સાથે ગદ્દારી કરે છે. દેશનું ખાય છે અને પાકિસ્તાનું ગુણગાન કરે છે. ભારતમાં રહીને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે તે કેટલી હદ સુધી યોગ્ય છે. તેમનું કહેવું છે કે આતંકવાદીઓ કયારેય પણ સિંહની જેમ સામેથી પ્રહાર નથી કરતા. તેઓ તો શિયાળની જેમ પાછળથી હુમલો કરે છે. જૈન મુનિએ દેશમાં વ્યાપેલી વિસંગતતાઓ પર વાર કરતા કહ્યું કે લોકો કહે છે કે ભારત ગરીબ દેશ છે, જ્યારે ભારત ગરીબ નથી. ભારતમાં બરાબરી યોગ્ય ન હોવાને કારણે ગરીબી છે. અહીં કુલ સંપતિ ૧૦૦ થી ૨૦૦ પરિવારો વચ્ચે જ વહેંચાયેલી છે. તેમણે પોતાના કડવા પ્રવચનો પર સવાલ પર તેમણે કહ્યું કે કડવાહટ તેમના પ્રવચનમાં નહીં હા પણ આપણા સમાજ અને લોકોના પરસ્પર સંબંધોમાં ભળી ગયા છે. માટે તેમનું પ્રવચન કડવું લાગે છે.

Related posts

જનતા રેડ પછી અલ્પેશ ઠાકોરે આપ્યું મોટું નિવેદન, યુવાનોએ બુટલેગરો સાથે સીધા ઘર્ષણમાં ના ઉતરવું

aapnugujarat

ત્રિપલ તલાક બિલમાં સુધારાને કેબિનેટની બહાલી

aapnugujarat

हेमंत सोरेन ने झारखंड के 11वें मुख्यमंत्री के रूप में ग्रहण की शपथ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1