Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સવર્ણોને ૧૫ ટકા અનામત આપવી જોઈએ : પાસવાન

દેશમાં હાલ અનાતમની રાજનીતિ જોર પકડી રહી છે. આ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકારમાં સાથી પક્ષ એલજેપી ક્વોટમાંથી કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ દલિત નેતા રામવિલાસ પાસવાને એક મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે, ‘સવર્ણનો ૧૫ ટકા અનામત આપવી જોઈએ.’ આમ, પાસવાનની આ ટિપ્પણીના અનેક રાજકીય અર્થો નીકળી રહ્યાં છે. રામવિલાસ પાસવાને વધુમાં કહ્યું કે, તમિલનાડુમાં કુલ ૬૯ ટકા અનામત છે, એવામાં તમામ રાજકીય પાર્ટીઓ નિર્ણય લે તો કોઈ મુશ્કેલી નથી, ૫૦ ટકા અનામતની મર્યાદા અંગે કોઈ મુશ્કેલી થશે નહીં. પાસવાને એમ પણ કહ્યું કે, ભાજપ ક્યારેય સવર્ણોની વિરુદ્ધ જઈ શકે નહીં, સવર્ણો પાર્ટીની કરોડરજ્જુ સમાન છે અને એ પાર્ટીના પ્રાકૃતિક સમર્થકો છે. પૂર્વ વડાપ્રધાન વીપી સિંહ અને વડાપ્રધાન મોદીએ આંબેડકરને એમનું યોગ્ય સમ્માન અપાવ્યું છે. થોડાક મહિના પહેલાં દલિતોએ મોદી સરકાર વિરુદ્ધ રોડ પર ઉતરીને પ્રદર્શન કર્યું હતું, આ અંગે પાસવાને કહ્યું કે, હા, ૬ મહિના પહેલા અમારી સરકાર વિરુદ્ધ પ્રદર્શન થયું હતું. પરંતુ હવે લોકોની સોચ બદલાઈ છે, હું હંમેશા કહેતો આવ્યો છું કે વીપી સિંહ અને નરેન્દ્ર મોદીએ જ આંબેડકરને યોગ્ય સમ્માન આપ્યું છે.  પાસવાને વધુમાં કહ્યું કે, મોદી દલિત વિરોધી નથી અને મોદી સરકાર પણ દલિત વિરોધી નથી, પરંતુ આ વિચારને જાણીજોઈને આગળ વધારવામાં આવે છે કે મોદી સરકાર દલિત વિરોધી છે.

Related posts

कांग्रेस डूबता जहाज , इसलिए विधायक इसे छोड़ते जा रहे हैं : शिवराज चौहान

aapnugujarat

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો

aapnugujarat

ગૂગલમાં રાહુલ ગાંધીનું સર્ચિંગ વધ્યું, અમિત શાહનું ઘટ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1