Aapnu Gujarat
ગુજરાત

લોક ગાયક કિંજલ દવે ના આયોજક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સાબરકાંઠા થી આમારા સંવાદદાતા દિગેશ કડિયા જણાવે છે, ઈડરના રોજીવીલા રેસિડેન્ટ માં ગત રાત્રીએ કિંજલ દવેના સ્ટેજ શોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ

જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ત્યારે પોલીસને આ મામલે જાણ થતા પોલીસે સ્ટેજ શો ના આયોજનની જગ્યાએ તપાસ કરતા અહી કોરોના ગાઈડ લાઈનનો ભંગ થતો નજરે પડ્યો હતો તો આ ઉપરાંત સોશિયલ ડીસ્ટંસ્ટીંગ ના પણ ધરાજરા ઉડ્યા હતા તો લોકો પણ માસ્ક વગર નજરે પડ્યા હતા… તો આ કાર્યક્રમ અંગે તંત્ર ની કે પોલીસની પણ મંજુરી લેવામાં આવી ન હતી જેના કારણે કિંજલ દવેના કાર્યક્રમ નુ આયોજન કરનાર 4 જેટલા આયોજકો વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો… હાલ ઈડર પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે…તો ઈડર ડી વાય એસ પીએ જણાવ્યુ હતુ કે કાર્યક્રમ માં ગાયક કલાકારે કોઈ જાતની મંજુરી લેવામાં આવતી નથી આયોજકો દ્રારા મંજુરી લેવાની હોય છે તો અમારા તરફથી ગાયક કલાકાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે.

Related posts

આજે આપણે પૂરી દુનિયામાં હેલ્થ અને વેલનેસ માટે એક મોટા આયોજનના સાક્ષી બની રહ્યા છીએ – વડાપ્રધાન

aapnugujarat

बीआरटीएस बस खरीदी मामले में बड़ा घाटोला : ऑडिट रिपोर्ट में खुलासा

aapnugujarat

વિરમગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ગુરુભગવંતોના ચાતુર્માસ પ્રસંગે રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1