Aapnu Gujarat
Uncategorized

મહેસાણા જિલ્લાના અંબાજી માતાના મંદિરે કોરોના પછી ભક્તો ઉમટ્યા.

મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે , વૈશ્વિક કોરોના મહામારી ને કારણે છેલ્લા 11 માસ થી લોકો પોતાના ઉત્સવો કે પ્રવાસ કે પછી યાત્રાધામ જઇ શકતા નહોતા હવે જિલ્લામાં પણ કોરોન કહેર નાબૂદ થવા જઈ રહ્યો છે ત્યારે લોકો પણ હવે થોડી છૂટ છાટ મેળવી રહ્યા છે.આજે વસંત પંચમી એટલેકે પ્રકૃતિ માં આવી રહેલા ફેરફાર ને માણવાનો એક અવસર કહી શકાય અને વસંત ના વધામણાં કરવાનો અવસરઠંડીમાં ઠુઠવાઈ ગયેલા અને ગરમીનો સામનો કરવા સજ્જ થતા લોકોને ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી… સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિ સૌદર્ય ની લહાણ કરતી, મધુર મંદ પવન.. સતત દોડતા માનવીને જાણે કહે છે.. “આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,ફૂલોએ બીજું કૈં નથી પગલાં વસંતના. મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લઇ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના?

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા નું ઉબખલ ગામ કે જ્યાં દાંતા ના રાણા કનડ દેવ ના વંશજ એવા ઉબખલ ગામના બારડ પરિવાર દ્વારા ઇસ 567 માં અહીં અંબાજી માતાનું મંદિર બાંધવામાં આવેલું અને ત્યારથી અંદાજે 500 વર્ષ થી અહીં દર વસંત પંચમી ના દિવસે સમગ્ર ઉત્તર ગુજરાત ના રાજપૂત સમાજ ના લોકો પોતાના દીકરા ની અહીં આ દિવસે આવી ને ચૌલ ક્રિયા કરે છે.ખાસ કરી ને ઘરે થી ઘી ,લોટ અને ગોળ તથા લાકડા લાવી મંદિર પરિસર ની આજુબાજુ ચૂલા બનાવી ને સુખડી નો પ્રસાદ બનાવવામાં આવે છે અને અંબાજી માતા ના મંદિર માં બાળકના બાલ ની લટ લેવામાં આવે છે. બાળકના મામા ભાણા ને ફુલહાર કરી લટ લેવડાવે છે ત્યાર બાદ મંદિર માં સુખડી અને શ્રીફળ ચઢાવવામાં આવે છે. ખૂબ જ મોટી સંખ્યા માં લોકો આવે છે. આજે 11 મહિના પછી આ પ્રથમ લોક ઉત્સવ ઉજવાયો અને અહીં મેલા નો માહોલ જામ્યો . નાના વેપારી ઓ પણ હવે ધંધો શરૂ થશે એમ જાણી ખુશ જણાયા તો બાળકો ને ઘણા લાંબા સમયે બહાર જવાની તથા મેળો મહાલવાની તક મળી અને ખુશ થઈ ગયા.આજે ખૂબ લાંબા સમયે મેળો જોઈને લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.પોલીસ તંત્ર એ પણ હાજર રહી લોકો ને સુરક્ષા અને વ્યવસ્થા પુરી પાડી.લોક મેળામાં હૈયે હૈયું પીસાય એવી તો ભીડ નહોતી કારણ હજુ પણઃ લોકો કોરોના ગાઈડ લાઈન નું પાલન કરતા નજરે પડ્યા હતા..

Related posts

સુપ્રિયા સુલેને કેબિનેટમાં ખાતાની ઓફર થઇ હતી : સંજય રાવત

aapnugujarat

સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ‘કર્તવ્ય એક વિચારધારા’ ટીમનાં કાર્યકરો સાથે મુલાકાત કરી

aapnugujarat

વાળદ સમાજ ભાવનગર દ્વારા ઘોઘા બાળનાથ મહાદેવ મંદિરના લાભાર્થે સમુહ લગ્ન મહોત્સવ

editor

Leave a Comment

UA-96247877-1