Aapnu Gujarat
ગુજરાત

સર્વરડાઉન થતાં ઓનલાઈન પરીક્ષામાં સર્જાયી મુશ્કેલી…

  ગુજરાત યુનિ.દ્વારા યુજી-પીજીની વિવિધ સેમેસ્ટરની ઓનલાઈન મોડની પરીક્ષાનો ૧૩મીથી પ્રારંભ કરવામા આવ્યો છે.આ વખતની પરીક્ષામાં ૪૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ હોવાથી યુનિ. માટે ઓનલાઈન પરીક્ષા લેવી થોડી કપરી થઈ પડી છે. આજે પરીક્ષાના બીજા દિવસે બી.કોમ સેમેસ્ટર ૩ અને ૫ની પરીક્ષામાં ટેકનિકલ ખામીઓ ઉભી થઈ હતી.સર્વર ડાઉન થતા અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં લોગ ઈન જ ન થઈ શકયા હતા.જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહોતા.

યુજી-પીજીના બી.કોમ.-એમ.કોમ,બીબીએ-બીસીએ સહિતના વિવિધ કોર્સમાં સેમેસ્ટર ૩ અને ૫ની જુદી જુદી ૧૭ જેટલી પરીક્ષાઓ ૧૩મીથી ઓનલાઈન મોડમાં શરૃ થઈ છે.૧૯મી સુધી ચાલનારી આ પરીક્ષાઓમાં રોજ પાંચ સ્લોટમાં પરીક્ષા લેવામા આવે છે.એમસીક્યુ આધારીત ૫૦ માર્કસ માર્કસની એક કલાકની પરીક્ષા લેવામા આવી રહી છે.આ પરીક્ષાઓમાં ૪૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. સવારના સ્લોટમાં બી.કોમ સેમેસ્ટર-૩ની પરીક્ષામાં સર્વર ડાઉન થતા સમયસર પરીક્ષા શરૃ થઈ શકી ન હતી.મોડી પરીક્ષા શરૃ થતા વિદ્યાર્થીઓને સમય વધુ આપવામા આવ્યો હતો.ત્યારબાદ સાંજે પાંચ વાગે બી.કોમ સેમેસ્ટર-૫ની પરીક્ષામાં પણ સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓ લોગ ઈન કરી શક્યા ન હતા. અનેક ફરિયાદો અને હંગામા બાદ યુનિ.દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જાહેરાત કરાઈ હતી. જે અંતર્ગત જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા ટેકનિકલ ખામીને લીધે આપી શક્યા નથી તેઓ માટે પછી અલગથી પરીક્ષા ગોઠવવામા આવશે અને આગળ પણ જે જે વિષયની પરીક્ષાઓમાં તેમાં પણ કોઈ વિદ્યાર્થી પરીક્ષા ટેકનિકલ ખામીને લીધે ન આપી શકે તેઓ માટે અલગથી વૈકલ્પિક વ્યવસ્થા કરાશે.મહત્વનું છે કે બી.કોમમાં દિવસના ૧૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ એક સાથે પરીક્ષા આપી રહ્યા હોઈ સર્વર પર લોડ થતા મુશ્કેલીઓ થઈ હતી. ગુજરાત યુનિ.પ્રથમ સરકારી સ્ટેટ યુનિ. છે કે જેણે બીજી વાર પણ ઓનલાઈન સાથે બંને મોડમાં પરીક્ષા લીધી છે.

Related posts

જાતિવાદ-પરિવારવાદ સામેની લડાઇમાં વિકાસવાદ જ જીતશે : સંબિત પાત્રા

aapnugujarat

ન્યુઝપ્રિન્ટ પર જીએસટી : સરકારની ૭૫૫ કરોડની આવક માટે ૧.૫ લાખ પરિવારોનું ૧૮૦૦ કરોડનું નુકશાન..?

aapnugujarat

બીજેપી મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે એ ફરીયાદ દાખલ કરાવી, જાણો શું હતો સમગ્ર મામલો.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1