Aapnu Gujarat
ગુજરાત

બીજેપી મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે એ ફરીયાદ દાખલ કરાવી, જાણો શું હતો સમગ્ર મામલો.

બીજેપી મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે એ ફરીયાદ દાખલ કરાવી છે. સોશિયલ મીડીયા પર ફરતા થયેલા લેટર મુદ્દે તેમને ફરીયાદ નોંધાવી છે. યજ્ઞેશ દવે ના નામનો લેટર વાયરલ થયો હતો. વાયરલ થયેલા લેટરની અંદર મનીષ સિસોદીયાને પડકાર ફેંકાયો હતો. ગુજરાત શાળા શિક્ષણને લઈને પડકાર ફેંકાયો, જ્યારે આપ કાર્યકર્તાઓ એ આ લેટર વાયરલ કર્યો હોવાનો આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે.

ભાજપ અને યજ્ઞેશ દવેને બદનામ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યાે છે. સાયબર ક્રાઈમમાં આ ફરીયાદ નોંધવામાં આવી છે.

જો કે અગાઉ ટ્વીટર વોર મામલે ગુજરાત બીજેપી અને આપ વચ્ચે આ મામલો શરુ થયો હતો.

તેમણે જણાવ્યું હતું કે આજ કે આજથી પહેલા ક્યારે પણ મનિષ સિસોદિયા દિલ્હીનાં ઉપ મુખ્યમંત્રી છે તેઓને અમારા તરફથી કે મારી સહિ થી કોઈજ પત્ર કે નિમંત્રણ પાઠવવામાં આવેલ નથી.

આ વાયરલ થયેલ પત્ર અંગે ની પોલીસ ફરિયાદ આજ રોજ અમારા તરફથી દાખલ કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ અને મારી સહીનો દુર ઉપયોગ કરવામાં આવેલ છે. તેવું તેમણે જણાવ્યું હતું.

Related posts

Gujarat is “very keen” to take a lead in realising Modi’s dream of building a ‘New India’ : CM Rupani

aapnugujarat

બળાત્કાર કેસમાં નારાયણ સાંઇને આજીવન કેદ

aapnugujarat

પતિને લીંબુ પધરાવવા મોકલી તાંત્રિકનું પરિણિતા પર દુષ્કર્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1