Aapnu Gujarat
ગુજરાત

ભરૂચ:ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા નો પ્રારંભઃ જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓ ને આપી શુભેચ્છાઓ

ભરૂચ:બોર્ડની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ માં જોવા મળ્યો ઉત્સાહ,સવાર થી જ પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીઓ થી ઉભરાયા..!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધી નગર દ્વારા લેવાનારી બોર્ડ પરીક્ષા નો આજથી પ્રારંભ થયો છે,જેમાં ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦ માં કુલ ૨૩૯૬૨ વિદ્યાર્થીઓ,ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહ માં ૩૧૪૫ તેમજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૭૫૯૩ પરિક્ષાર્થીઓ નોંધાયા છે,ધોરણ-૧૦ની ૩૨ અને ધોરણ-૧૨ ના ૧૬ કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાઇ રહી છે,તેમજ જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો CCTV થી સજ્જ કરી દેવાયા છે,સાથે જ પરીક્ષા કેન્દ્ર ની આજુબાજુ પ્રતિબંધાત્મક કલમ ૧૪૪ મુજબ જાહેરનામું કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર અમલ માં કરવામાં આવ્યો છે,

વધુમાં પરીક્ષા કેન્દ્ર ની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા માટે ના સૂચનો પણ કરવામાં આવ્યા છે,તો વહેલી સવાર થી તંત્ર દ્વારા સિલ બંધ રીતે પ્રશ્નો પત્ર સ્ટ્રોંગ રૂમ થી પરીક્ષા કેન્દ્ર ખાતે પહોચાડવામાં આવ્યા હતા અને પરીક્ષા ના પ્રારંભ સાથે પ્રશ્નો પત્ર વિદ્યાર્થીઓ ને આપવામાં આવ્યા હતા, ભરૂચ માં વહેલી સવાર થી આજે પરીક્ષા કેન્દ્ર બાહર વિદ્યાર્થીઓ ના ટોળા નજરે પડ્યા હતા,તો કેન્દ્ર બાહર પરીક્ષા આપવા જઈ રહેલા બાળકોના પરીવાર જનોએ વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી,

Related posts

સરકાર નપુંસક :દીકરીઓને કરાટે કલાસ કરાવવા હાર્દિક પટેલની અપીલ

aapnugujarat

ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલની વધુ બે પોલ ખૂલી

aapnugujarat

मोदी को क्लीन चीट देने का मामला, SC में जकिया जाफरी की याचिका पर टली सुनवाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1