Aapnu Gujarat
National

દીલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયાએ ફરી વીડીયો જારી કરી ઓપન ડિબેટ માટે ગુજરાતના શિક્ષણ મંત્રીને ચેલેન્જ આપી

ટ્વીટર વૉર આપ અને બીજેપીનું ગરમાયા બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ આપ સરકારનું નામ લીધા વિના કહ્યું 28 વર્ષના શાસનની કમ્પેરીઝન ના થઈ શકે. ત્યારે

મનિષ સિસોદીયાએ વીડી જારી કરી કહ્યું હતું કે,ગુજરાતના શિક્ષણ મંત્રીને ઓપન ડિબેટની ચેલેન્જ આપુ છું. સરકારી સ્કૂલોમાં કોનું કામ બેટર છે તેના પર વાત કરીશું. હું તેમને દિલ્હી આવવા આમંત્રણ આપુ છું. ગુજરાતમાં તમે તમારા શાસનકાળમાં સરકારી સ્કૂલમાં જે કામ કર્યું છે તે વાત કરીએ.

દીલ્હીમાં 7 વર્ષમાં જે કામ થયું અને તમારા શાસનમાં કામ થયુ તેના પર ખૂલીને વાત કરીએ. હું તમને દિલ્હીમાં સરકારી સ્કૂલોમાં લઈ જઈશ. આમ ફરી ઓપન ચેલેન્જ ઓપન ડીબેટ કરવાને લઈને આપી છે. કોણ સરકારી સ્કૂલોમાં કેવું કામ કરે છે એ વાતને લઈને ઓપન ડિબેટ કરીશું.

ત્યારે જીતુ વાઘાણીએ આ સરકારના શાસન સામે કોઈ કમ્પેરીઝન જ ના થાય તેવું સ્પસ્ટ કહ્યું છે. આપ અને બીજેપી વચ્ચેનો ટ્વીટર વૉરનો મામલો વધુ ગરમાઈ રહ્યાે છે. જેમાં કોંગ્રેસ પણ નિવેદન આપી ઝંપલાવ્યું છે.

Related posts

यूट्यूब से सीखकर छाप दिए हजारों के नकली नोट, चार लोगों को पकड़ा

aapnugujarat

પુતિન પાસે ત્રણ ઓપ્શન હતા: એમાંથી યુદ્ધ, વાતચીત અને પરમાણુ બોમ્બ જેમાંથી બે ઓપ્શનનો ઉપયોગ થઇ ચુક્યો છે

editor

એમએનએમ પાર્ટી પ્રમુખ કમલ હસનની કાર પર હુમલો

editor

Leave a Comment

UA-96247877-1