Aapnu Gujarat
Uncategorized

તરવડા ગામમાં ભરવાડ સમાજ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

જામકંડોરણા ભરવાડ સમાજ, માલધારી સેના – રાજકોટ જિલ્લો, ભરવાડ સમાજ શિક્ષણ સંગઠન અને ગુજરાત પ્રદેશના સંયુકત ઉપક્રમે આજે વિના મુલ્ય સર્વરોગ નિદાન કેમ્પ તથા મેગા બલ્ડ ડોનેશન કેમ્પ તથા શિક્ષણ શિબીર એમ ત્રિવિધ કાર્યક્રમો સાથેનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ ભવ્યાતિભવ્ય ત્રિવિધ કાર્યક્રનું ઉદધાટન ગુજરાત સરકારનાં મંત્રી જયેશ રાદડીયાના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ ત્રિવિધ કાર્યક્રમના પ્રારંભે બ્લડ ડોનેશન કરવાનું શરૂ કરવામાં આવેલ જેમાં ભરવાડ સમાજની સાથે સાથે ઉપસ્થિત તેમાં જ્ઞાતિના યુવાનોએ પણ પોતાનું બ્લડ ડોનેટ કરેલ હતું. આ સર્વરોગ નિદાન કેમ્પમાં ધોરાજી – જામકંડોરણાનાં નામાંકિત ડૉક્ટરોએ ખાસ પોતાની સેવા આપેલ હતી જેમાં ડો. હાર્દિક સંધવી, ડૉ. કલ્પેશ ભાલોડીયા, ડૉ.નિલેષ જોષી, ડૉ. ગૌરાંગ કાલરીયા , ડો. ચિરાગ પોકીયા, ડૉ. રાકેશ ઠેશીયા, ડૉ.રાહુલ કથીરીયા વિગેરે ડૉક્ટરો સેવા આપવા ખાસ પધારેલ હતાં. આ વિના મુલ્ય સર્વરોગ નિદાન કેમ્પ તથા મેગા બલ્ડ ડોનેશન કેમ્પ તથા શિક્ષણ શિબિરનો લાભ લેવા જામકંડોરણા તાલુકાનાં તેમજ આજુબાજુનાં તમામ વિસ્તારના લોકોને બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. આ આ ત્રિવિધ કાર્યક્રમનાં મુખ્ય આયોજકોની સાથે સહ આયોજક અને ભરવાડ સમાજના ઉત્સાહી અને તરવરીયા યુવા પત્રકાર નાજાભાઈ ભરવાડે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર સૌ કોઈનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ હતો અને આગામી સમયમાં આવા જ સમાજ ઉત્થાનના કાર્યોમાં આવો જ સાથ અને સહકાર સૌ તરફથી મળતો રહે તેવી અભિલાષ વ્યકત કરી હતી.
(અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

મહેસાણા જિલ્લાના અંબાજી માતાના મંદિરે કોરોના પછી ભક્તો ઉમટ્યા.

editor

અમરેલી-ધોરાજીમાં આજે લોકસભા ક્લસ્ટર સંમેલન

aapnugujarat

માસ્કના દંડ પેટે જનતાના ૨૦૦ કરોડ ખંખેર્યા

editor

Leave a Comment

UA-96247877-1