Aapnu Gujarat
ગુજરાત

ભીલાપુર ગામ નજીકથી ગાયો ભરેલી ટ્રક ઝડપાઈ

કચ્છ ભુજ થી ત્રણ ટ્રકોમાં ગેરકાયદેસર ગાયો ભરી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જતા હોય અને આ ત્રણ ટ્રકો વડોદરા ડભોઇ રોડ તરફથી પસાર થતી હોય તેવી માહિતી વડોદરા જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના સભ્ય વિહાભાઈ ભરવાડને બાતમી મળતા તાત્કાલિક વડોદરા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં આ ત્રણેય ટ્રકોને ભીલાપુર ગામ પાસે માહી હોટલ પાસે રોડ ઉપરથી પોલીસ તથા એએસપીસીએ ના સભ્યોએ ઝડપી પાડેલ એક ટ્રક નંબર જીજે૧૨ બીડબલ્યુ ૭૮૫લ્‌માં ૧૦ ગાયો બીજી ટ્રક નંબર જીજે૧૨એક્સબીએક્સ ૭૬૫૭માં ગાયો ૯ એક વાછરડો ત્રણ વાછરડીઓ કુલ ૧૩ ત્રીજી ટ્રક નંબર જીજે ૧૨બીએક્સ ૭૮૫૮માં ૮ ગાયો કુલ મળી ત્રણ ટ્રકોમાં ૩૧ ગાયો વાછરડા વાછરડી ભરેલું હોય વિહાભાઈ ભરવાડ દ્વારા ટ્રકોમાં ભરેલ ગાયો કઈ જગ્યાએથી લઇ આવેલ છે અને કઈ જગ્યાએ લઈ જવાના છે એવુંના ડ્રાઈવરને પૂછતા તેઓએ જણાવેલ કે કચ્છ ભુજથી ભરેલ છે અને તામિલનાડુ લઈ જવાની છે તેવું જણાવેલ જેથી આ ટ્રકોમાં ગાયો ભરી હેરાફેરી કરવા બાબતે તેઓની પાસે ગુજરાત સરકારે નિમેલા કોઈ સત્તા અધિકારીનું પાસ પરમીટ છે કે કેમ ત્યારે ગુજરાત સરકારે નિમેલા સત્તાધિકારીનું કોઈ પાસ પરમીટ ન હોવાનું જણાવેલ તેમજ આ ત્રણેય લોકોમાં ગાયોની હેરાફેરી કરવા માટે તેઓની પાસે કોઈ આરટીઓનું પાસ પરમીટ છે કે કેમ એવું પૂછતા તેઓની પાસે આ ગાયોનું પરિવહન કરવા માટે આરટીઓનું કોઈપણ જાતનું પાસ પરમીટ નહીં હોવાનું જણાવેલ તેમજ ગુજરાત સરકારે ૨૦૧૩માં પરિપત્ર કરી ગુજરાત રાજ્યમાંથી ગાયો ભેંસો તેમજ દુધાળા પશુઓ ગુજરાત રાજ્યમાંથી બહારના રાજ્યમાં લઈ જવા ઉપર પ્રતિબંધ મુકેલો હોય તેમ છતાંય ગુજરાત સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી ગુજરાત રાજ્યમાંથી બહારના રાજ્યમાં ગેરકાયદેસર પરિવહન કરીને લઈ જતા હોય ગુજરાત પશુ સંરક્ષણ ૧૯૫૪ સુધારા ૨૦૧૭ના કાયદા પ્રમાણે નિમેલા સત્તા અધિકારીનું કોઈપણ જાતનું પાસ પરમીટ લીધા વગર તેમજ આરટીઓનું કોઈપણ જાતનું ગૌવંશનું પરિવહન કરવા માટેનું પાંસ પરમીટ લીધા વગર ગેરકાયદેસર હેરાફેરી કરી હોય જેથી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કલમ ૬.૧ તેમજ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ની કલમ ૧૧ .૧. એડીઈએફએચકે તેમજ પ્રાણી પ્રત્યે ઘાતકી અટકાવવા ૧૯૬૦ના રુલ્સ ૪૭ થી ૫૬ એમવી ૧૨૩ સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ ના રુલ્સ ૧૨૫ ઈ. મુજબ ગુનો બનતો હોય જેથી એશપીસીએ ના સભ્યો વિહાભાઈ ભરવાડ દ્વારા ટ્રકો મુદ્દામાલ તેમજ આરોપીઓ ડભોઇ પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી થવા લેખિતમાં ફરિયાદ આપેલ છે તેમ જાણવા મળે છે.
(તસવીર – અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

करणी सेना गांधीनगर में महारैली करेगी

aapnugujarat

ઇશરત કેસ : હવે વણઝારાની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ થયો

aapnugujarat

અરવલ્લીમાં ચુંટણી ટાણે જ ભાજપ આગેવાન કોંગ્રેસમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1