Aapnu Gujarat
ગુજરાત

અરવલ્લીમાં ચુંટણી ટાણે જ ભાજપ આગેવાન કોંગ્રેસમાં જોડાયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ઉથલ પાથલ જોવા મળે છે ત્યારે આજે અરવલ્લી જિલ્લાની ૩૨ બાયડ વિધાનસભા માટે કૉંગ્રેસના ઉમેદવારનું માલપુર ખાતે કાર્યાલયનો શુભારંભ કરાયો હતો.જેમાં ભાજપના અરવલ્લી જિલ્લા સંગઠનના આગેવાન જયમલસિંહ ખાંટ સહીતના ૫૦થી વધુ કાર્યકરોએ અરવલ્લી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખના હસ્તે કૉંગ્રેસનો ખેસ ધારણ કરી કૉંગ્રેસમાં પ્રવેશ કરાયો હતો.
આમ ભાજપી કાર્યકરોના કૉંગ્રેસમાં પ્રવેશ કરવાથી ભાજપમાં ભારે ભૂકંપ સર્જાયો હતો. બાયડ વિધાનસભા હેઠળના માલપુર ખાતે કૉંગ્રેસના કાર્યાલયના શુભારંભ બાદ ઉમેદવાર ધવલસિંહ ઝાલા સાથે તાલુકા જિલ્લા સંગઠનના મોટી સંખ્યામાં કાર્યકરોએ ઝુલુસ કાઢી નગરમાં પ્રચાર કાર્યની શરૂઆત કરી હતી. કૉંગ્રેસ ઉમેદવાર ધવલસિંહ ઝાલા એ પોતાના હરીફ ઉમેદવારને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહના પેદુ ગણાવી, પોતે જંગી બહુમતીથી જીતી જશે તેમ જણાવ્યું હતું.

Related posts

વિરમગામમાં બેટી બચાવો બેટી પઢાવો થીમ પર નવરાત્રીના ગરબા ગાવામાં આવ્યા

aapnugujarat

બોડેલી તાલુકાના વિસાડી ગામની મહિલાનું પ્રસુતિ દરમિયાન મોત નિપજતા પરિવારજનો રોષે ભરાયા

aapnugujarat

CBI ने 2 बैंक धोखाधड़ी मामलों में 9 स्थानों पर की छापेमारी

editor

Leave a Comment

UA-96247877-1