Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં બેટી બચાવો બેટી પઢાવો થીમ પર નવરાત્રીના ગરબા ગાવામાં આવ્યા

સામાન્ય રીતે નવરાત્રી દરમ્યાન સોસાયટી કે મહોલ્લાઓમાં ગરબા ગાવામાં આવતા હોય છે પરંતુ વિરમગામમાં આવેલ નીલકંઠ રો બંગ્લોઝના રહીશોએ અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરી હતી. નીલકંઠ રો બંગ્લોઝના રહીશો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો થીમ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી અને બેટી બચાવોનો સંદેશવાળા ગીત પર ગરબા ગાઇને બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિનોદભાઇ વાળંદ, દર્શિતભાઇ ડાભી, અનિલભાઇ માવાણી, જીજ્ઞેશ માધવાચાર્ય, નીલકંઠ વાસુકિયા સહીત સોસાયટીના રહીશોએ જહેમત ઉઠાવી હતી.

બેટી બચાવો બેટી પઢાવો થીમ પર ગરબાનું આયોજન કરવા અંગે વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝના રહીશઓએ જણાવ્યુ હતુ કે, અમારી સોસાયટીમાં દિકરા-દિકરી વચ્ચે ક્યારેય ભેદભાવ રાખવામાં આવતો નથી. દિકરો દિકરી એક સમાન જ છે. દિકરીને પણ જન્મવાનો અધિકાર છે. દિકરીની ભૃણમાં હત્યા કરવી એ મહાપાપ છે. ભારતવર્ષની સંસ્કૃતિમાં માતૃશક્તિને દેવી માનવામાં આવે છે. બેટી બચાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવાના ઉમદા હેતુથી નીલકંઠ રો બંગ્લોઝના રહીશો દ્વારા બેટી બચાવો બેટી બઢાવો થીમ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. આજની દિકરીઓ પણ દિકરા સમોવડી છે. દિકરીઓની ઘટતી જતી સંખ્યાએ ચિંતાજનક બાબત છે. સૌ કોઇ એ સાથે મળીને દિકરીઓને બચાવવી જોઇએ અને દિકરીઓને પણ ઉત્તમ શિક્ષણ આપવું જોઇએ. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સુપરવાઇઝર કે.એમ.મકવાણાએ જણાવ્યુ હતુ કે, વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝના રહીશોએ બેટી બચાવો બેટી પઢાવો થીમ પર નવરાત્રીમાં ગરબાનું આયોજન કરીને પ્રશંસનિય કામગારી કરી છે.રિપોર્ટર :- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Related posts

કાલાવડના ખરેડી ગામે જુના મનદુઃખને લઈને યુવાન પર કરાયો હુમલો

aapnugujarat

સાયન્સ સીટી રોડ ઉપર હીટ એન્ડ રન : એકનું મોત

aapnugujarat

શ્રાદ્ધ કર્મ કરવાની પિતૃઓની કૃપા-આશીર્વાદ પ્રાપ્ત થાય છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1