Aapnu Gujarat
ગુજરાત

સાયન્સ સીટી રોડ ઉપર હીટ એન્ડ રન : એકનું મોત

અમદાવાદ શહેરના સાયન્સ સીટી રોડ પર વહેલી સવારે પૂરપાટ ઝડપે અને બેફામ રીતે એક કારના ચાલકે આગળ પસાર થઈ રહેલા બાઈક ચાલકને ઉડાડ્‌યો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું.  બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને બાઇકચાલકના મોતથી સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, જીવલેણ અકસ્માત સર્જયા બાદ કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે હાલ કારના નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવીમાં દેખાતા દૃશ્યો પ્રમાણે કાર ફૂલ સ્પીડમાં હતી અને અકસ્માત બાદ કાર પલટી ખાઈ ગઈ હોવાનું દેખાઈ રહ્યું હોઇ પોલીસે કારના નંબર અને અન્ય કડીઓના આધારે આરોપી કારચાલકને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે ૪.૩૦ વાગ્યાના અરસામાં સાયન્સ સીટી રોડ પર આવેલા જેબીઆર કોમ્પલેક્ષ પાસે ફુલ સ્પિડે આવેલી કારે આગળ પસાર થઇ રહેલા બાઇક ચાલકને અડફેટે લીધો હતો. બેફામ કારચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે અને બેદરકારીભરી રીતે હંકારી બાઇકચાલકને એટલી જોરદાર ટક્કર મારી હતી કે, આ જીવલેણ અકસ્માતમાં બાઇક ચાલક વજુભાઇ લક્ષ્મણભાઇનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. વહેલી સવારનો સમય હોવાથી કારનો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ પોલીસને આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફુટેજ મળ્યા છે. જેના આધારે અકસ્માત કેટલો ગંભીર હતો તેમજ કેટલી સ્પીડ પર કાર ચાલી રહી હતી તેનો અંદાજ લગાવી શકાય છે. હાલ પોલીસે કારના નંબરના આધારે કારના ચાલકને પકડવા માટેની તપાસ હાથ ધરી છે.

Related posts

સુરતમાં ૫૮૦ રૂપિયા કિલો “બચપન કા પ્યાર”

editor

નર્મદા જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી

aapnugujarat

એસજી હાઇવે પરદૂધબંધી અને દૂધ ઢોળવાના વિરોધ કાર્યક્રમોથી ઉત્તેજના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1