Aapnu Gujarat
ગુજરાત

એસજી હાઇવે પરદૂધબંધી અને દૂધ ઢોળવાના વિરોધ કાર્યક્રમોથી ઉત્તેજના

રાજયમાં ખેડૂતોના દેવા માફી અને પશુપાલકોને યોગ્ય ભાવ ચૂકવવાની માંગણી સાથે ઓબીસી એકતા મંચ દ્વારા દૂધબંધીના એલાન સાથે એસજી હાઇવે પર જાહેરમાં દૂધ ઢોળીને અનોખો વિરોધ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરના નેજા હેઠળ હજારો લિટર દૂધ જાહેર રસ્તા પર ઢોળી વિરોધ વ્યકત કરી ટ્રાફિક ચક્કાજામ કરાયા હતા. જેને પગલે અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોની પોલીસને અટકાયત કરવાની ફરજ પડી હતી. દેખાવોના આ કાર્યક્રમ અધિકૃત મંજૂરી લીધા વિના યોજાયો હોઇ પોલીસે ઠાકોરસમાજના અગ્રણીઓની અટકાયત કરી હોવાનો બચાવ રજૂ કર્યો હતો, તો બીજીબાજુ, ઠાકોરસમાજના અગ્રણીઓએે આજે આક્રમક મૂડમાં આવીને એસજી હાઇવે ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા સહિતના રાજયના અન્ય સ્થળોએ પણ આ જ પ્રકારના વિરોધ કાર્યક્રમો યોજયા હતા. ઓબીસી એકતા મંચના કાર્યકરોએ સોલા પોલીસ સ્ટેશન પહોંચી જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો અને અલ્પેશ ઠાકોરને મુકત કરવાની માંગણી કરી હતી. એક તબક્કે પોલીસ અને ઓબીસી એકતા મંચના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. દરમ્યાન અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, દેશના મોટાભાગના રાજયોમાં ખેડૂતોના દેવા માફ કરાયા છે, ત્યારે ગુજરાતમાં હજુ સુધી શા માટે ખેડૂતોના દેવા માફ કરાયા નથી. જયાં સુધી ખેડૂતોના દેવા માફ નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ઓબીસી એકતા મંચના દૂધબંધીના એલાનમાં માલધારી સમાજનો બહુ ટેકો પ્રાપ્ત થયો છે. રાજયના આઠથી દસ હજાર ગામોમાં પશુપાલકોએ ડેરીઓને દૂધ પહોંચાડયું નથી. ઓબીસી એકતા મંચ તરફથી આજરાતથી દૂધના ટેન્કરો અટકાવવાની અને દૂધનું વેચાણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેને પગલે રાજયના પ્રજાજનોમાં દૂધની અછતની દહેશત અને અફવાઓનું બજાર ગરમ રહ્યું હતું. જો કે, આ અફવા અંગે અમુલ ડેરી તરફથી સ્પષ્ટતા કરાઇ હતી કે, અમુલ પાસે પૂરતા પ્રમાણમાં દૂધનો જથ્થો છે અને લોકોને નિયત રીતે દૂધનો જથ્થો ચાલુ રહેશે. દૂધનો જથ્થો ખૂટયો હોવાની વાતમાં તથ્ય નથી. બીજીબાજુ, ઓબીસી એકતા મંચે તા.૭મી જૂલાઇએ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની વિશાળ રેલી-કૂચ યોજવાનું એલાન કરાયું છે. જેમાં રાજયભરમાંથી ખેડૂતો અને માલધારી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાય તેવી શકયતા છે. ૭મી જુલાઈના દિવસે કરવામાં આવેલા આયોજનને લઇને તંત્ર દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. હિંસક પ્રવૃત્તિ ન થાય તે માટે પણ પગલા લેવાયા છે.

Related posts

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા કોરોનાથી સંક્રમિત

editor

अमित शाह के गुजरात दौरे पर सभी की निगाहे होंगी

aapnugujarat

દિલ્હી યુનિવર્સિટીનો આદેશઃ પરિસરની દિવાલોમાં કોઈ પોસ્ટર ચોંટાડી શકાશે નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1