Aapnu Gujarat
ગુજરાત

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા કોરોનાથી સંક્રમિત

ભુપેન્દ્ર સિંહ ચુડાસમાં કોરોનાથી સંક્રમિતયુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.હાલ તેઓ સારવાર હેઠળ છે.સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેવામાં ગુજરાતમાં પણ ઘાતક કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે વધુ એક કેબિનેટ પ્રધાન વાયરસની ઝપેટમાં આવ્યા છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

   કેબિનેટ પ્રધાન અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા કોરોનાથી સંક્રમિત થયા છે. તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રિપોર્ટ 8 એપ્રિલ એટલે કે આજ સવારે પોઝિટિવ આવ્યો છે. ગુજરાત સરકારના મંત્રી મંડળના ભુપેન્દ્ર સિંહ ચુડાસમાં છઠ્ઠા પ્રધાન છે જે કોરોનાગ્રસ્ત થયા છે. આ અગાઉ પાંચ પ્રધાનો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.

Related posts

गुजरात में और बढ़ी संक्रमितों की संख्‍या

editor

જેતપુરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવાઇ ડો. આંબેડકર જન્મજયંતિ

editor

રેગ્યુલર સ્કૂલના સમયની જેમ 5થી 6 કલાક ભણાવતી શાળાઓને અપાશે સમય લિમિટ

editor

Leave a Comment

UA-96247877-1