Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં જીએસટીને અમલી કરવા થયેલ ઠરાવ

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું જેમાં જીએસટી ઠરાવને પસાર કરવામાં આવ્યો હતો. ખાસ સત્રમાં ઐતિહાસિક કરવેરા સુધારા ઠરાવને પસાર કરવામાં આવ્યા બાદ હવે આને અમલી કરવાનો માર્ગ મોકળો થયો છે. ભાજપના સભ્યો અને વિરોધ પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને લાંબી ચર્ચા થઇ હતી. બે દિવસ સુધી ઉગ્ર ગરમાગરમી બાદ આજે રાજ્ય વિધાનસભામાં ઠરાવ પસાર કરી દેવામાં આવ્યો હતો. ગયા વર્ષે બંધારણમાં સુધારા કરવામાં આવ્યા હતા. આની સાથે દેશભરમાં જીએસટી વ્યવસ્થાને અમલી બનાવવાનો માર્ગ મોકળો થયો હતો. રાજ્યભાજપના વડા સત શર્માએ દાવો કર્યો હતો કે, જમ્મુ કાશ્મીરમાં રેવેન્યુ આંકડો જીએસટી અલીમ થયા બાદ વાર્ષિક ૧૦૦૦૦ કરોડથી ઉપર પહોંચી જશે. એનસી અને કોંગ્રેસના સભ્યોએ વર્તમાન સ્વરુપમાં આ ટેક્સ વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો. સાથે સાથે વિરોધ કર્યો હતો. સાથે સાથે અલગ બિલની માંગ કરી હતી.

Related posts

Heavy snowfall in Himachal Pradesh

aapnugujarat

शिवसेना का सवाल : कृषि विधेयकों के मंजूर होने के बाद क्या किसानो की आय सच में डबल होगी?

editor

વારાણસીમાં ત્રાસવાદી હુમલાનો ખતરો : આઈબી, એટીએસ, એનઆઈએ દ્વારા ઉંડી તપાસ શરૂ કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1