Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સિક્કિસમ સાથે જોડાયેલી સરહદને લઇ લોકોને ગેરમાર્ગે દોરવાનો ભારત પર ચીનનો આક્ષેપ

ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદને લઇને ખેંચતાણ જારી રહી છે ત્યારે ચીને ભારત ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે, લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ ભારત દ્વારા કરાઈ રહ્યા છે. ચીની સૈનિકોએ સિક્કિમ સેક્ટરમાં ચિકનસ્નેક નજીક રસ્તા બનાવી લીધા છે તેવી વાત કરવામાં આવી રહી છે. ચીને આની સામે વાંધો ઉઠાવ્યો છે. સિક્કિમમાં હાલમાં બંને દેશો વચ્ચે જોરદાર મતભેદો સર્જાયેલા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે, સિક્કિમની કેટલીક હદની જગ્યાઓનો ઉલ્લેખ ૧૮૯૦ ઠરાવમાં કરવામાં આવ્યો છે. ભારત, ચીન અને ભૂટાન વચ્ચે ટ્રાઇ જંક્શન સાથે ચીની ગતિવિધિના કોઇ કનેક્શન નથી. ભારતીય લોકો બિનજરૂરીરીતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ટ્રાઈ જંક્શન ઉપર કોઇ બનાવ બન્યો નથી. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, ચીને માર્ગ નિર્માણની ગતિવિધિ જારી રાખી છે પરંતુ આ ગતિવિધિ કોઇ નિયમોનો ભંગ નથી. ભારતે માર્ગ નિર્માણને લઇને ચિંતા વ્યક્ત કરી છે. આના કારણે ચીની સૈનિકોને તક મળી જાય છે. ભારત અને ચીન વચ્ચે સિક્કિમ સાથે જોડાયેલી સરહદને લઇને ખેંચતાણ જારી છે. બીજી બાજુ ચીને ખેંચતાણ વચ્ચે હિંદમહાસાગરમાં નૌકા સેનાની ગતિવિધિને વધારી દીધી છે. ચીની નૌસેનાનું આ પગલું ભારતને બતાવ્યા વગર લેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલામાં ભારતીય નૌકાસેના પણ સંપૂર્ણપણે સાવધાન છે. ભારતને ચીની નૌકાસેનાની ગતિવિધિ અંગે તમામ માહિતી જીસેટ-૭ ઉપગ્રહ મારફતે મળી રહી છે. આ ઉપગ્રહનું રુકમણી નામ રાખવામાં આવ્યું છે. આસમાનથી ડ્રેગનની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. આ સેટેલાઇટ નૌકાસેનાને સમર્પિત છે જેને ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે લોંચ કરવામાં આવ્યા બાદથી દરેક ગતિવિધિ ચાલી રહી હતી. ભારતીય નૌકા સેનાને હિંદમહાસાગરમાં નજર રાખવામાં આ ઉપગ્રહ ઉપયોગી સાબિત થાય.

Related posts

Sedition law against opposition leaders invoked by Pak govt

editor

ટ્રમ્પની ધમકી : જન્મજાત સિટીઝનશીપ કરીશું રદ

aapnugujarat

ईरान में 5.2 तीव्रता के भूकंप के झटके

aapnugujarat

Leave a Comment

UA-96247877-1