Aapnu Gujarat
ગુજરાત

કાલાવડના ખરેડી ગામે જુના મનદુઃખને લઈને યુવાન પર કરાયો હુમલો

કાલાવડના ખરેડી ગામના એક યુવાનને અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી એક શખ્સે માર માર્યો હતો. અમારા ઘર પાસેથી કેમ નીકળશ ? તેમ કહી ધ્રોલના યુવાન પર છરી બાજી કરાઈ હતી ઉપરાંત લાલપુરના નાની રાફુદળના એક યુવાનને પાંચ શખ્સે ઢીકાપાટુથી ધોકાવ્યો હતો. કાલાવડ તાલુકાના ખરેડી ગામના કાનજીભાઈ રામજીભાઈ બથવાર ઉર્ફે કાનાભાઈને ત્રણ દિવસ પહેલાં સાંજે ટાંકરડી વિસ્તારમાં રાજેશ નાથાભાઈ પાતરે રોકી લઈ ગાળો ભાંડી ઢીકાપાટુ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અગાઉ કાનજીભાઈએ પોલીસમાં રાજેશ સામે ફરિયાદ નોંધાવી હતી. જેનો ખાર રાખી હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ધ્રોલ શહેરના ચામુંડા પ્લોટમાં આવેલા ડફેર વાસમાંથી ગઈકાલે સાંજે પસાર થયેલા રમેશ વલ્લભભાઈ મકવાણા નામના પ્રૌઢ પોતાના ખેતર તરફ આગળ વધતા હતા ત્યારે તું અમારા ઘર પાસેથી કેમ નીકળે છે ? તેમ કહી ગાળો ભાંડવામાં આવી હતી. છરી હુલાવાઈ હતી. આ વેળાએ સલીમભાઈ નામના વ્યક્તિ વચ્ચે પડતા તેઓને પણ કપાળમાં છરી મારી દેવામાં આવી હતી. લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામના અમીત જીવરાજભાઈ સોનગરા નામના સતવારા યુવાનને નાની રાફુદળ ગામમાં દિલીપ તુલસીભાઈ ધારવીયા, હેમત તુલસીભાઈ, તુલસી ખેતાભાઈ ધારવીયા, નરેન્દ્ર પ્રવિણભાઈ ધારવીયા તથા મહેન્દ્ર પ્રવિણભાઈ ધારવીયા નામના પાંચ શખ્સને ગાળો ભાંડી ધોકાવી નાખ્યા હતાં. વચ્ચે પડનાર વ્યક્તિને પણ ધમકી અપાઈ હતી. લાલપુર પોલીસે અમીત સોનગરાની ફરિયાદ પરથી પાંચેય સામે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.

Related posts

સિવિલમાં એક દિવસનું તાજુ જન્મેલું બાળકને ત્યજી દેવાયું

aapnugujarat

ચાઇનાની દાદાગીરીના લીધે ગુજરાતના સી ફૂડ એક્સપોર્ટરોના કરોડો રૂપિયા ફસાયા

editor

અમદાવાદમાં મોદી-નેતાન્યાહૂની મિત્રતાનો યોજાયેલો ભવ્ય રોડ શો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1