Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ શહેરમાં ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ

ડભોઇ નગરના રાજમાર્ગો પર ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૭૨માં પ્રજાસત્તાક દિવસના રાષ્ટ્રીય પર્વ અંતર્ગત ડભોઇ દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષ મહેતાની હાજરી અને વડપણ હેઠળ તિરંગા બાઇક રેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી નીકળી વડોદરી ભાગોળ, ટાવર, ભારત ટોકીઝ, કુંભારવાળા થઈને અડવાણી હોલ પાસે વિસર્જન કરાઇ હતી જેમાં નગર અને તાલુકાના યુવાઓએ ભાગ લઇ પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શૈલેષ મહેતાએ આ રાષ્ટ્રીય પર્વના દિવસે આપણાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે આપણો દેશ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આઝાદ થયો હતો પણ આપણું બંધારણ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે બાબાસાહેબ આંબેડકર અને તેમની ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય સિદ્ધાંત હતો જીવો અને જીવવા દો અને એ જ સિદ્ધાંતના આધારે તેમજ બંધારણના આધારે આપણો દેશ ચાલી રહ્યો છે તથા આપણાં દેશનો વહીવટ બંધારણની રીતથી થાય છે સાથે આપણાં દેશનું બંધારણ પૂરી દુનિયાના બંધારણથી સર્વશ્રેષ્ઠ ગણાય છે જ્યારે આજના ગણતંત્ર દિવસના પર્વે ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ મિડિયા મારફતે દેશના દરેક નાગરિકોને પ્રજાસત્તાક દિવસની ખૂબ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત શહેર પ્રમુખ ડૉક્ટર સંદીપ શાહ, બિરેન શાહ, વિશાલ શાહ, તથા રેલીના આગેવાબના ગૌરવ જોશી, હાર્દિક ચૌહાણ, દિક્ષિત બારોટ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સેંકડો યુવાઓ ઉપસ્થિત રહી તિરંગા યાત્રાની શોભા વધારી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

હાર્દિક પટેલ વિરૂદ્ધ પાસના નેતાઓ વધુ આક્રમક બન્યા

aapnugujarat

સરપંચની ટર્મના એક વર્ષ સુધી હવે અવિશ્વાસ દરખાસ્ત નહી : હાઇકોર્ટનો મહત્વનો અને સીમાચિહ્નરૂપ ચુકાદો

aapnugujarat

દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે : ભરતસિંહ સોલંકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1