Aapnu Gujarat
ગુજરાત

દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે : ભરતસિંહ સોલંકી

સુરતમાં જીએસટીના મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા વેપારીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જની નિંદા કરતા કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે.
ભાજપ પાર્ટી અર્થશાસ્ત્રની બાબતમાં નિષ્ફળ છે. સાથોસાથ તેમણે અરુણ જેટલી પર આરોપ લગાવ્યો હતો કે તે કાયદા પ્રધાનની જેમ વર્તી રહ્યાં છે. જીએસટીના દરને લઈને વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે તેને બળજબરીથી દબાવી દેવાની કોશિશ કરવામાં આવી રહી છે. સુરતની ઘટનાને કોંગ્રેસ વખોડે છે.
વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ વેપારીઓ પર થયેલા લાઠીચાર્જની નિંદા કરી હતી.
તેમણે કહ્યું હતું કે વેપારીઓ પર કરેલો લાઠીચાર્જ નિંદનીય છે. ટેક્સટાઈલ ઉદ્યોગના વેપારીઓ પર લાઠીચાર્જ કરવો ખોટો છે તેમ વાઘેલાએ જણાવ્યું હતું.
સાથેસાથે નાના ઉદ્યોગોનું હિત ન જોખમાય અને તેમના પર ખરાબ અસર ન થાય તેવી માંગ પણ વાઘેલાએ કરી હતી

Related posts

પાણીની તંગી છતાં ૯૦ ટકા સામાન્ય વાવણી થઇ ચુકી છે

aapnugujarat

हिम्मतनगर में गर्भावस्था परीक्षण करता डॉक्टर गिरफ्तार हुआ

aapnugujarat

Custodial death case : Ex-IPS officer Sanjiv Bhatt moves to Gujarat HC against conviction

aapnugujarat

Leave a Comment

UA-96247877-1