Aapnu Gujarat
ગુજરાત

પાણીની તંગી છતાં ૯૦ ટકા સામાન્ય વાવણી થઇ ચુકી છે

પાણીની તીવ્ર તંગી હોવા છતાં આ વર્ષે હજુ સુધી ઉનાળા પાકની વાવણી ૯૦ ટકા સુધી પહોંચી ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ ૮.૫૪ લાખ હેક્ટર પૈકી ૯૦ ટકા સુધી વાવણી પહોંચી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સાપ્તાહિક આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. આંકડા દર્શાવે છે કે, ૭.૫૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઇ ચુકી છે જે છેલ્લા વર્ષના આંકડાની સરખામણીમાં ૬૮૦૦૦ હેક્ટર ઓછા પ્રમાણમાં છે. જો કે, ૨૦૧૬ની સરખામણીમાં આ આંકડો ૧૨૦૦૦ હેક્ટર વધારાનો છે. આંકડા દર્શાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા ઉનાળા પાક માટે ખેડૂતોને પાણી ઉપલબ્ધ કરાવવાની શક્યતા દેખાઈ રહી નથી તેવી વાત કરવામાં આવ્યા બાદ વાવણીને કોઇ અસર થઇ નથી. આ વર્ષે પાણીની કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે સરકાર તરફથી આંકડા જારી કરાયા હોવા છતાં વાવણીને કોઇ અસર થઇ નથી. આંકડાની વાત કરવામાં આવે તો ડાંગર પાકના વર્ષ ૨૦૧૭માં ૨૬મી એપ્રિલ સુધી ૫૬૧૦૦ હેક્ટર વિસ્તારમાં વાવણી થઇ હતી જ્યારે આ વર્ષે ૨૦૧૮માં ૨૬મી એપ્રિલ સુધીમાં ૫૫૫૦૦ હેક્ટર વિસ્તારમાં વાવણી થઇ ચુકી છે. આવી જ રીતે બાજરા, મગ, મગફળી અને શાકભાજીમાં સ્થિતિ રહેલી છે. મગફળીની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૭માં ૨૬મી એપ્રિલ સુધી ૬૯૭૦૦ હેક્ટર વિસ્તારમાં વાવણી કરવામાં આવી હતી જેની સરખામણીમાં ૨૦૧૮માં ૨૬મી એપ્રિલ સુધીમાં ૫૨૩૦૦ હેક્ટર વિસ્તારમાં વાવણી થઇ ચુકી છે. શાકભાજીમાં ૨૦૧૭ની સરખામણીમાં ઓછા હેક્ટર વિસ્તારમાં હજુ સુધી વાવણી થઇ છે. ડાંગર, બાજરી, મગ, મગફળી, શાકભાજીના મામલામાં નોર્મલરીતે ૮૫૪૪૦૦ હેક્ટર વિસ્તારમાં વાવણી આ ગાળામાં થાય છે જ્યારે ૨૦૧૮માં હજુ સુધી ૭૫૯૨૦૦ હેક્ટર વિસ્તારમાં વાવણી થઇ ચુકી છે. અનાજના મામલામાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વાવણીવાળા વિસ્તારોમાં ઘટાડો થયો છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં વાવણી માત્ર ૫૯૦૦૦ હેક્ટરમાં થઇ શકી છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, ઉત્તર ગુજરાત સિવાય મોટાભાગના વિસ્તારોમાં આ વર્ષે એકરની દ્રષ્ટિએ ઘટાડો થયો છે. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં વાવણી અંગેનુ ચિત્ર પ્રકાશિક કરાતા ખેડૂત સમુદાયમાં પણ આની ચર્ચા છે.

Related posts

ઈઝરાયલ પ્રવાસનાં પહેલાં દિવસે મુખ્યમંત્રી રૂપાણીએ શેફડેનનાં ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી

aapnugujarat

ગાંધીનગરમાં ભાજપાનો ઐતિહાસિક વિજય

editor

એક તો ચોરી ઉપર સે સીના ચોરી !ગેરકાયદે માટી ખોદકામ કરતા તત્વોએ મહિલા સરપંચ સાથે ગેરવર્તણૂંક કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1