Aapnu Gujarat
ગુજરાત

એક તો ચોરી ઉપર સે સીના ચોરી !ગેરકાયદે માટી ખોદકામ કરતા તત્વોએ મહિલા સરપંચ સાથે ગેરવર્તણૂંક કર્યું

માંગરોળ ના કોસંબા ખાતે સર્વે નં 229 પૈકી 2માં ચાલતાં માટી ખોદકામના વેપલા સામે જાગૃત નાગરિક દ્વારા ભૂતકાળમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આ જમીન રેકોર્ડ ઉપર મત્સ્ય ઉદ્યોગને ફાળવી હતી. પંચાયતની જૂની બોડી દ્વારા 2021માં ઠરાવ કરી ખાનગી ઈસમને માટી કાઢવા મંજૂરી આપી હતી. બાદમાં વિવિધ ખાતા અને ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ કર્યા વગર માટી ખોદવાની અને રોયલ્ટીની ફાળવણી કરી હતી. આ કૌંભાડ એક જાગૃત નાગરિકે પંચાયત તેમજ વિવિધ સ્થળે ફરિયાદ કરી હતી. જમીન ભૂતકાળમાં મત્સ્ય ઉદ્યોગને ફાળવી હોવાની જાણ કરી ગેરકાયદે માટી ખોદકામ બંધ કરવા અપિલ કરી હતી. અરજીને આધારે પંચાયત બોડી અને મહિલા સરપંચ દ્વારા પ્રાંત અધિકારી, ભૂસ્તર વિભાગને જાણ કરી ખોદકામને બંધ કરવા અપિલ કરી હતી. પ્રાંત અધિકારી દ્વારા જમીન મત્સ્ય ઉદ્યોગની હોવાની મહોર મારી દેતા કોસંબાના મહિલા સરપંચ યાશ્મીનબહેન દાવજી, મહિલા સભ્ય અને ખેડૂતો દ્વારા માટીના ખોદકામ જગ્યાએ પહોંચી તેને બંધ કરવાની સૂચના આપી હતી. જેથી માટી ખોદનાર તત્ત્વો દ્વારા મહિલા સરપંચ અને પંચાયત સભ્યો સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી હતી. જેથી કોસંબા પોલીસને જાણ કરતાં આવી મામલો થાળે પડ્યો હતો. પોલીસે પણ ગ્રામ પંચાયતને સાથ ન આપ્યો જમીનમાં ખોદકામ બંધ કરાવવા બાબતે મહિલા સરપંચ, પંચાયતના સભ્યો અને ખેડૂતો ગયા હતાં. પહેલા જમીનને પંચાયતના નામે દર્શાવેલ હતી. પરંતુ આ જમીનના કબજેદાર તરીકે પ્રાંત અધિકારી માંડવી દ્વારા હુકમના આધારે રેકોર્ડ ઓફ રાઈટ અન્વયે મત્સ્ય ઉદ્યોગ ખાતાના નામે નોંધ કરવામાં આવેલ છે. જેથી જમીન મત્સ્ય ઉદ્યોગની હોય ખોદકામ બંધ કરાવવા જતાં ખોદકામ કરતાં લોકોએ અમારી ગેરવર્તણુક કર્યું છે. ઘટના સ્થળે આવેલી કોસંબા પોલીસે પણ ગ્રામ પંચાયતને સાથ સહકાર આપ્યો નથી. >સરપંચ , કોસંબા ગ્રામ પંચાયત,

Related posts

વિપક્ષના સભ્યોએ પ્રશ્નકાળ વેળા મૌન રહીને વિરોધ કર્યો

aapnugujarat

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે સંભાળ્યો ચાર્જ

aapnugujarat

વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1