Aapnu Gujarat
ગુજરાત

જળ સંચય અભિયાનની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પાટણ ખાતે આગામી ૧ મે થી શરૂ થઈ રહેલ જળ સંચય અભિયાનની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે સરકારી કર્મચારીઓ અને બિન સરકારી કર્મચારીઓ રવિવારને શ્રમ દિન તરીકે ઉજવણી કરી અભિયાનમાં જોડાય અને સમાજના આ અભિયાનમાં જોડાઈને તેને પરિણામલક્ષી બનાવે. જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર તેમ જ સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ ડેરી, માર્કેટયાર્ડ અને સેવા સહકારી જેવી મંડળીઓ અનુદાન આપે, જ્યારે ધારાસભ્યો, સંસદસભ્યો અને જિલ્લાના પ્રજાના પ્રતિનિધિઓ આ અભિયાનમાં સહભાગી થાય. મુખ્યમંત્રીએ કલેકટરને સમયબદ્ધ આયોજન કરવા અંગે જણાવતાં તાલુકા અને ગામે ગામ એક પ્રતિનિધિની નિમણૂંક થાય તે માટેની સૂચના આપી હતી.

Related posts

આઝાદીના ૭૫ વર્ષે ભાજપનો બોરસદ બેઠક ઉપર વિજય

aapnugujarat

ગટરના પાણીથી થલતેજનું તળાવ છલકાયું…!!?

aapnugujarat

औषधीय तत्वों से भरपूर आमला का सेवन करें। जाने आमले से कितने फायदे होते है।

aapnugujarat

Leave a Comment

UA-96247877-1